અમદાવાદ, 7 મેઃ

લોકસભા ચૂંટણી અવસર પૂરજોશમાં જામ્યો છે. પરંતુ શેરબજારો મતપેટીઓ ખૂલે ત્યાં સુધી થોભો અને રાહ જુઓની નીતિ સાથે રાહ જોઇ રહ્યા હોય તેમ મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ-ટુ-પોઝિટિવ નોટ પર ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 10 પોઈન્ટના સુધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સુસ્તશરૂઆત સૂચવે છે. PSU શેરોમાં જોવા મળેલી વેચવાલી વચ્ચે સોમવારે બજારો લગભગ 0.5 ટકા ઊંચા ખૂલ્યા બાદ સપાટ બંધ રહ્યા હતા. સેન્સેક્સ 17.39 પોઈન્ટ અથવા 0.02 ટકા વધીને 73,895.54 પર બંધ રહ્યો હતો અને નિફ્ટી 33.15 પોઈન્ટ અથવા 0.15 ટકા ઘટીને 22,442.70 પર બંધ રહ્યો હતો. 1,294 શેર વધ્યા હતા સામે 2,627 શેર ઘટ્યા હતા અને 172 શેરો યથાવત હતા.

સેક્ટોરલ ઇન્ડાઇસિસ પૈકી નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 2.76 ટકા ઊછળ્યો હતો. જ્યારે નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.66 ટકા ઘટ્યો હતો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ અનુક્રમે 2.55 ટકા અને 1.75 ટકા ઘટ્યા હતા.

રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22372- 22301 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 22551- 22660 પોઇન્ટ્સ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

સ્ટોક્સ ટૂ વોચઃ લાર્સન, કોટક બેન્ક, ભેલ, ટાઇટન, આરઇસી, એનએચપીસી, ઝોમેટો, જિયો ફાઇનાન્સ, ઇરેડા, એસબીઆઇ, કોલઇન્ડિયા, બીપીસીએલ, એચપીસીએલ

સેક્ટર્સ ટૂ વોચઃ સિલેક્ટિવ બેન્ક્સ, મેટલ્સ, ઓઇલ- એનર્જી- ગ્રીન એનર્જી, એફએમસીજી, પીએસયુ

બેંક નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 48702- 48509 અને રેઝિસ્ટન્સ લેવલ્સ 49171- 49446

FII અને DIINSE F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ
FIIએ રૂ. 2,168.75 કરોડના શેર વેચ્યા હતા. ડીઆઈઆઈએ 6 મેના રોજ રૂ. 781.39 કરોડના સ્ટોકમાં પમ્પ કર્યો હતો.SAIL, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, બલરામપુર ચીની મિલ્સ, બાયોકોન, જીએમઆર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોડાફોન આઈડિયા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)