અમદાવાદ, 27 જાન્યુઆરી: અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના સીઇઓ ગોપાલ અગ્રવાલેકન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આયોજિત એક મહત્વપૂર્ણ રાઉન્ડટેબલમીટમાં ભાગ લીધો હતો, જેમાં વ્યવસાયો માટે વ્યૂહાત્મક રીતે તેમને અલગ પાડતા પરિબળ તરીકે સસ્ટેઈનબિલીટીના વધતા જતા મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

કંપનીની સસ્ટેઈનબિલીટીની યોજનાને અમલમાં મૂકવાના તેના પ્રયાસો વર્ણવતા જણાવ્યું કે “અનુપમ રસાયણ તેની હાલની લગભગ બે તૃતિયાંશ જેટલી ઊર્જા જરૂરિયાતો ગ્રીનસોર્સ દ્વારા પૂરી કરે છેઅને કંપની 2027 સુધીમાં 100 ટકા પુનઃવપરાશી ઊર્જા અપનાવવા તરફ આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. આ યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્ન 2023માં આવ્યું, જ્યારે અનુપમ રસાયણે નર્મદા, તાપી અને સુરત જિલ્લામાં 150 હેક્ટર જમીન પર જંગલો ઊભા કરવા માટે ગુજરાત સરકાર સાથે ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો ઉદ્દેશ્ય કાર્બન ઉત્સર્જનને સરભર કરવા અને નેટ-ઝીરો લક્ષ્યોને ટેકો આપવા માટે રાજ્યના ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ ડ્રાઇવના ભાગ રૂપે 1,66,000 થી વધુ વૃક્ષો વાવવાનો હતો.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)