અમદાવાદ, 23 ડિસેમ્બર: સિમ્બાયોટેક ફાર્માલેબ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે.

કંપની રૂપિયા2,180 કરોડ સુધીના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ઇક્વિટી શેરની (પ્રત્યેક રૂપિયા 2ની ફેસ વેલ્યુ) ઓફર દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઓફરમાં રૂપિયા 150 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર અને વેચાણકર્તા શેરધારકોની ઓફર ફોર સેલના રૂપિયા 2,030 કરોડ નો સમાવેશ થાય છે.

કંપની ભંડોળની ચોખ્ખી આવક દ્વારા એકત્ર કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ a.) કંપની દ્વારા મેળવવામાં આવેલા ચોક્કસ બાકી ઋણના તમામ અથવા એક ભાગની પૂર્વ ચુકવણી અને/અથવા પરત ચુકવણી, સંપૂર્ણ અથવા આંશિક રીતે અને b.) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.

નાણાકીય વર્ષ 2025માં, સિમ્બાયોટેક ફાર્માલેબ લિમિટેડ કોર્ટીકોસ્ટીરોઇડ અને સ્ટીરોઈડલ-હોર્મોન એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઘટકો (“APIs”)માં વોલ્યુમની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે અગ્રણી સ્થાન ધરાવે છે, જેનો કોર્ટીકોસ્ટીરોઇડમાં વૈશ્વિક વોલ્યુમ બજાર હિસ્સો 36.2% અને સ્ટીરોઈડલ-હોર્મોન APIમાં 44.2% છે. નાણાકીય વર્ષ 2025માં ટોચના 10 કોર્ટીકોસ્ટીરોઇડ અને સ્ટીરોઈડલ-હોર્મોન APIમાં હાજરી ધરાવતી તે એકમાત્ર ભારતીય અને વૈશ્વિક કંપની છે.

સિમ્બાયોટેક ફાર્માલેબ 1995માં લેબ-સ્કેલ સ્ટીરોઈડલ-હોર્મોન API ઉત્પાદકમાંથી ઈન્ડસ્ટ્રીયલ-સ્કેલ, બેકવર્ડ-ઈન્ટીગ્રેટેડ પ્લેટફોર્મમાં વિકસિત થઈ છે, જેને યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન યુરોપિયન યુનિયન ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિઝ (“EU-GMP”), ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી મંત્રાલય, કોરિયા અને અન્ય વૈશ્વિક સંગઠનો તરફથી મંજૂરી મળી છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેર્સ BSE લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટ કરવાનો પ્રસ્તાવ છે.

JM ફાઇનાન્શિયલ લિમિટેડ, એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને નોમ્યુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)