મુંબઈ, 18 જુલાઈ: એક ટાટા પાવરે નાણાકીય વર્ષ 2023-24 માટે શેરધારકોની 105મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં શેરધારકો માટે વકત્વ્ય આપતાં કંપનીના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ટાટા પાવર નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 20000 કરોડનું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. જે નાણાકીય વર્ષ 2023-24માં રોકાણ કરેલ રૂ. 12000 કરોડ કરતાં વધું છે. આ રોકાણનો મોટો હિસ્સો કંપનીના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને વેગ તેમજ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ વચ્ચે સંતુલન જાળવવામાં ખર્ચ થશે. સરકાર અન્ય રાજ્યોમાં નવા ડિસ્ટ્રિબ્યૂશન વિસ્તરણ તકો ઉપરાંત જરૂરી પરવાનગીઓ આપી દે તો કંપની સ્મોલ મોડ્યુલર ન્યુક્લિઅર રિએક્ટર્સમાં ભાગીદારીની તકો શોધશે. સરકારી નીતિઓને સંરેખિત તકોમાં વધારો કરવામાં આવશે.

એનર્જી ટ્રાન્સમિશન લીડરશીપઃ કંપની ખાસ કરીને ઔદ્યોગિક અને વાણિજ્ય ગ્રાહકોને રિન્યુએબલ એનર્જી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતાં ભારતની ગ્રીન એનર્જીનું નેતૃત્વ કરવાની સારી સ્થિતિમાં

રૂફટોપ સોલાર વિસ્તરણઃ રૂફટોપ સોલારમાં આક્રમક વૃદ્ધિ સાથે પીએમ સુર્યા ઘર યોજનાના આધારે માર્કેટ વિસ્તરિત કરવાનો લક્ષ્યાંક

કન્ઝ્યુમર ફોકસઃ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસના વિસ્તરણ મારફત 50 મિલિયન ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંક, હાલ, 12.5 મિલિયન ગ્રાહકો.

પર્ફોર્મન્સ અને ભાવિ યોજનાઃ કોન્સોલિડેટેડ આવક 10 ટકા વધી રૂ. 61542 કરોડ, ચોખ્ખો નફો 12 ટકા વધી રૂ. 4280 કરોડ. કંપનીએ તેની બેલેન્સ શીટને મજબૂત બનાવવા સતત પ્રયત્નશીલ રહી છે, તેમજ તેની ગ્રોથ યોજનાઓને ફંડ પૂરું પાડ્યા પછી પણ ઇક્વિટી <1 પર ચોખ્ખું દેવું જાળવી રાખ્યું છે.

રિન્યુએબલ એનર્જીઃ નવા અને કાર્યરત પ્રોજેક્ટ્સ મારફત પાંચ વર્ષમાં 15 ગીગાવોટ ક્લિન એનર્જી પોર્ટફોલિયો હાંસલ કરવાનો લક્ષ્યાંક, હાલ 9 ગીગાવોટનો પોર્ટફોલિયો.

મેન્યુફેક્ચરિંગઃ તમિલનાડુમાં 4.3 ગીગાવોટનો સોલાર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપના

ઈવી ચાર્જિંગઃ 530થી વધુ શહેરો 5500 પબ્લિક અને કેપ્ટિવ ચાર્જર્સ સ્થાપિત કરવાની સાથે 86000થી વધુ ઘરોમાં હોમ ચાર્જર્સ સાથે અગ્રણી

રૂફટોપ સોલારઃ પીએમ સુર્યા ઘર યોજના અંતર્ગત ઘર ઘર સોલાર મારફત ઘરોને સોલરાઈઝ કરવા સજ્જ. રૂ. 2800 કરોડની ઓર્ડર બુક સાથે 2 ગીગાવોટથી વધુ રૂફટોપ પ્રોજેક્ટ્સના અમલમાં મૂક્યા.

તેના પર્ફોર્મન્સના આધારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 1ની ફેસવેલ્યૂ ધરાવતા શેર્સ માટે શેરદીઠ રૂ. 2 ડિવિડન્ડ ફાળવવાની ભલામણ કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)