TCS અને INSPER AI-POWERED રિસર્ચ અને ઇનોવેશન સેન્ટર લોન્ચ કર્યું
અમદાવાદ,11TH નવેમ્બર: IT સર્વિસીઝ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝે (TCS) સાઓ પૌલોમાં AI-પાવર્ડ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર TCS Pace Port™ São Paulo લોન્ચ કર્યું છે. 1,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ ઇનોવેશન હબ ઇન્સપરના વિલા ઓલિમ્પિયા કેમ્પસ ખાતે આવેલું છે. આ સેન્ટર એવી જગ્યા બની રહેશે જ્યાં ગ્રાહકો, ભાગીદારો, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ જગત અને અન્ય એકમો એઆઈ અને અન્ય ઊભરતી ટેક્નોલોજીઓની શક્તિ દ્વારા નવીનતા લાવવા માટે એકત્રિત થશે અને વ્યવસાયોમાં પરિવર્તન લાવશે તેમજ બ્રાઝિલ તથા લેટિન અમેરિકા માટે હકારાત્મક અસર ઊભી કરશે.

4,500થી વધુ પેટન્ટ સાથે, ટીસીએસ ભવિષ્ય માટે તૈયાર ટેકનોલોજીઓને આકાર આપી રહી છે. એઆઈ-સંચાલિત રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર, દૂરંદેશીપણા માટે સક્ષમ વ્યૂહાત્મક આયોજન દ્વારા ભવિષ્યના વ્યવસાય અને ટેક્નોલોજીકલ ક્ષેત્રની ધારણા કરવા અને તેમાં આગળ વધવામાં વ્યવસાયોને મદદ કરશે. તે TCS Pace™ મેથોડોલોજી અને એઆઈ, સાયબર સિક્યોરિટી, રોબોટિક્સ અને પ્રોટોટાઇપિંગ લેબ્સ પર આધારિત અનુરૂપ કો-ઇનોવેશન અનુભવો પૂરા પાડવા માટે બનાવવામાં આવ્યું છે. ગ્રાહકો વાસ્તવિક વ્યવસાયિક પડકારો રજૂ કરી શકે છે અને ટીસીએસની સાથે મળીને હાઇ સ્પીડ પર ફંક્શનલ પ્રોટોટાઇપ્સ વિકસાવવા માટે નવીનતા લાવી શકે છે.
આ ઇનોવેશન સેન્ટરમાં ભવિષ્યવાદીઓ, AI નિષ્ણાંતો, ડિઝાઇન થિંકર્સ અને ડેવલપર્સની સમર્પિત ટીમ કામ કરશે, જેમની પાસે ટીસીએસની ગ્લોબલ રિસર્ચ ઇકોસિસ્ટમની સીધી એક્સેસ હશે. આમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, રોબોટિક્સ, સ્પેસ ટેકનોલોજી અને ટકાઉપણાના ભવિષ્યની શોધ કરતા વૈજ્ઞાનિકો અને સંશોધકોનો સમાવેશ થાય છે. આ સેન્ટર પ્રોટોટાઇપિંગને વેગ આપવા અને લેટિન અમેરિકામાં સંસ્થાઓને તેમની ડિજિટલ પરિવર્તન યાત્રામાં ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
TCS 2002માં લેટિન અમેરિકામાં કામગીરી શરૂ કરી હતી, જે હાલમાં નવ દેશોમાં વિતરિત 16 શહેરોમાં કાર્યરત છે, જેમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, કોલંબિયા, ચિલી, એક્વાડોર, ગ્વાટેમાલા, મેક્સિકો, પેરુ અને ઉરુગ્વેનો સમાવેશ થાય છે. TCS LATAM આ પ્રદેશમાં અને ઇન-શૉર મોડેલ્સ દ્વારા 500થી વધુ ગ્રાહકોને સેવા આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
