અમદાવાદ, 26 એપ્રિલઃ ભારતની અગ્રણી પર્યાવરણ સંવેદનશીલ હોટેલ ચેઇન ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સે અમદાવાદમાં એલિસબ્રીજ વિસ્તારમાં ગુજરાત કોલેજ સામે આવેલી હોટેલ ઈન્દર રેસિડન્સીને ધ ફર્ન રેસિડન્સી, એલિસબ્રિજ, અમદાવાદ તરીકે રિબ્રાન્ડ કરીને ઉદ્ઘાટન કર્યું છે. આ અમદાવાદમાં બીજી ફર્ન રેસિડન્સી છે અને ગુજરાતમાં ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા સંચાલિત પ્રોપર્ટીની સંખ્યા 34 સુધી પહોંચી ગઈ છે. આ હોટેલ અમદાવાદના વ્યાપારિક વિસ્તારમાં સ્થિત છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી માત્ર 12 કિમી, કાલુપુર રેલવે સ્ટેશનથી 5 કિમી અને ગીતા મંદિર બસ ટર્મિનલથી 4 કિમી દૂર છે.

હોટેલમાં ક્રિસ્ટલ – I, II અને III અને એમરાલ્ડ  1,180થી 3,680 ચોરસ ફૂટ સુધીના મીટિંગરૂમ અને બેન્ક્વેટ સુવિધાઓ

આ હોટેલમાં 83 રૂમ અને સુટ્સ છે, જે તમામ આધુનિક સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. દરેક રૂમમાં હાઈ-સ્પીડ Wi-Fi, LED ટેલિવિઝન, ડિજિટલ ઇન-રૂમ સેફ, ચા અને કોફી બનાવવાની સુવિધાઓ અને પર્યાવરણને અનુકૂળ બાથરૂમની સુવિધાઓ છે. ખાના ખજાના ઉપરાંત 24 કેરેટ – રાઉન્ડ ધ ક્લોક કેફે આંતરરાષ્ટ્રીય પ્રેરિત મેનુ સાથે 24 કલાક સેવા આપે છે, જે નાસ્તા અને વૈશ્વિક ભોજન માટે યોગ્ય છે. મહેમાનો માટે 24 કલાક ઇન-રૂમ ડાઇનિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. અન્ય સુવિધાઓમાં તાજગીભર્યો સ્વિમિંગ પૂલ (જલ્દી જ ખુલશે), સ્પા અને સજ્જ જિમનો સમાવેશ થાય છે. હોટેલમાં ક્રિસ્ટલ – I, II અને III અને એમરાલ્ડ  1,180 થી 3,680 ચોરસ ફૂટ સુધીના મીટિંગરૂમ અને બેન્ક્વેટ સુવિધાઓ છે,  જે સામાજિક અને કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે આદર્શ સ્થળ છે.

ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર સુહેલ કન્નામ્પિલીએ જણાવ્યું કે અમે ગુજરાતમાં અમારી ઉપસ્થિતિ મજબૂત બનાવવા આ નવી પ્રોપર્ટી ઉમેરીએ છીએ, જે ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના ગુજરાતમાં ચાલી રહેલા વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન રજૂ કરે છે.

ઇન્દર હોટેલ્સ પ્રા. લિ.ના ડિરેક્ટર્સ તહીલરામ પરિમલ આવટાણી અને ઇન્દર તહીલરામ આવટાણીએ જણાવ્યું, આ ભાગીદારી શ્રેષ્ઠતા માટેની અમારી સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, અને અમને વિશ્વાસ છે કે ધ ફર્નના વિશ્વસનીય બ્રાન્ડ હેઠળ, અમારા મહેમાનો અસાધારણ સેવા અને અમદાવાદ માટે પ્રખ્યાત ગરમજોશી આતિથ્ય સત્કારનો અનુભવ કરશે.

ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ ભારતની અગ્રણી પર્યાવરણ-સંવેદનશીલ હોટેલ શ્રેણી છે અને ભારતમાં સૌથી ઝડપથી વિકસી રહેલા હોટેલ બ્રાન્ડ્સમાંથી એક છે. ધ ફર્ન, ધ ફર્ન રેસિડેન્સી, ધ ફર્ન હેબિટેટ, ઝિંક જર્ની બાય ધ ફર્ન અને બીકન હોટેલ્સ જેવા બ્રાન્ડ્સ હેઠળ, ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે 90થી વધુ સ્થાનોએ 100થી વધુ હોટેલ્સ અને રિસોર્ટ્સ હાલમાં સંચાલનમાં છે અથવા ટૂંક સમયમાં ખૂલશે. આ કંપની સીજી હોસ્પિટાલિટીનો ભાગ છે, જે સીજી કોર્પ ગ્લોબલની હોસ્પિટાલિટી શાખા છે. સીજી કોર્પ ગ્લોબલ એક બહુ-પરીમાણીય નેપાળી કંગ્લોમરેટ છે.