અમદાવાદ, 9 સપ્ટેમ્બર: પેન્ટોમેથ ગ્રૂપ કંપની ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે લાર્જ, મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં રહેલી તકોનો લાભ ઉઠાવવા માટે તેનાં ફ્લેક્સિ કેપ ફંડ, ન્યુ ફંડ ઓફરિંગ (NFO) લોંચ કરવાની જાહેરાત કરી છે. ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ સમજદારીપૂર્વક, વૈજ્ઞાનિક અભિગમ અને ડિસ્ટ્રીબ્યુશન-ફર્સ્ટ ઇકોસિસ્ટમમાં વિશ્વાસ કરે છે.

ધ વેલ્થ કંપની MF ના સ્થાપક અને MD મધુ લુણાવતે જણાવ્યું કે, સ્કીમમાં ફ્લેક્સિબિલિટી નામ પૂરતી નથી. અમે પ્રાઇવેટ ઇક્વિટીથી માંડીને પબ્લિક માર્કેટમાં જોવા મળતી ચોક્સાઇ લાવીએ છીએ,. જેમાં વિવિધ માર્કેટ કેપમાં ડાઇનેમિક એલોકેશનની સાથે કંપની અને સેક્ટર સ્તરનું મૂલ્યાંકન કરીએ છીએ. અમારું લક્ષ્ય દ્રઢ વિશ્વાસ, સ્પષ્ટતા અને જવાબદેહિતા સાથે લાંબા ગાળાનું સંપત્તિ સર્જન કરવાનું છે.

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડનું નિર્માણ તેનાં ગ્રોથ મોડલમાં વિતરકો અને સલાહકારોને કેન્દ્રમાં રાખીને કરાયું છે 110થી વધુ શહેરોમાં 450થી વધુ ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સનું નેટવર્ક ધરાવતી કંપની વિતરકોનાં સશક્તિકરણ માટે ટ્રેઇનિંગ, ડિજિટલ જોડાણ અને સરળ પ્રક્રિયામાં રોકાણ કરી રહી છે.

ફંડ બે પ્રોપ્રાઇટરી ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમવર્ક પર આધારિત

·  પ્રમોટરનો ઇરાદોવારસાઇ દ્રશ્યતા અને ચેનલ ચકાસણી

· જોખમોને વહેલા સમજવા માટે ફોરેન્સિક અને કાનૂની ચકાસણી

· પ્રોપ્રાઇટરી સ્કોરિંગ એન્જિનજે મૂળભૂત, વૃદ્ધિ વાહક અને જથ્થાત્મક સંકેતો નું મિશ્રણ છે.

·  વહેલી દરમિયાનગીરી કરવા અને જોખમ ટાળવા ડાઇનેમિક ડેશબોર્ડ દ્વારા સતત મોનિટરીંગ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)