27 નવેમ્બર 2024: TORRWNT GROUP ના મહેતા પરિવાર પ્રેરિત UNM FOUNDATIONની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિમાં મંચ ઉપર મંગળવારે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતી, અભિવ્યક્તિએ પોતાની વૈવિધ્યસભર અને વાઈબ્રન્ટ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે ઉપસ્થિત દર્શકોનું મન મોહી લેવાનો સીલસિલો યથાવત રાખ્યો હતો.આ કાર્યક્રમમાં રજુ થયેલ વૈવિધ્યસભર પ્રસ્તુતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાંજનો પ્રારંભ એક ભાવપૂર્ણ કવ્વાલીની પ્રસ્તુતિ સાથે થઈ હતી, જેનાથી આધ્યાત્મિક અને ઉત્સાહવર્ધક માહોલ તૈયાર થયો.

જૈમીન વૈધ્યએ પોતાની સંગીતમય પ્રસ્તૃતિ “મહેફિલ-એ-સમા” રજૂ કરી હતી, જેમાં તેમણે સુફી સંગીતની લયબદ્ધતાને આધુનિક તત્વોના સમન્વયમાં અનેક લોકપ્રિય રચનાઓ પ્રસ્તુત કરી હતી. અમદાવાદ સ્થિત શ્રીલક્ષ્મીએ સંગીતમય નૃત્ય પ્રસ્તુતિ “આઈ એમ એ ડિસ્કો ડાન્સર” રજુ કરીને પ્રત્યેક વ્યક્તિના મનમાં રહેલ મુક્ત અભિવ્યક્તિના વિચારને વાચા આપી.  પૂણેથી આવેલ શાસ્ત્રીય ગાયક અમન રાયથાથાએ પોતાની “મેઘ શ્યામ” પ્રસ્તુતિ રજુ કરી. ચેન્નાઈના વાર્તાકાર અને પપેટ કલાકાર કારથીકે ‘ધ વુલ્ફ મેન’ પ્રસ્તૃતિ રજુ કરી હતી.

પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના ધારા રુઘાનીએ લોક સંગીત સાથે નૃત્યના સમકાલીન સમન્વય સાથેની પોતાની પ્રસ્તુતિ ‘ધાગ સંવાદ’ રજૂ કરી. મંચ પ્રસ્તુતિમાં તારક પટેલ પોતાના અનોખા એફ્રો નૃત્ય પ્રસ્તુતિ “અર્બન ડ્રમ્સ” ના માધ્યમથી આફ્રીકાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને રજુ કરવાની સાથે પોતાની લયબદ્ધ અને મજબુત રજુઆત દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરે છે. યશ ગજ્જર પોતાની વિચાર-પ્રેરક કલાકૃતિ “કન્સ્ટ્રક્શન ડાયનેમિક્સ” પ્રસ્તુત કરે છે.  ચેતન કુરેકરએ પોતાની કલાકૃતિ “ફ્રેગમેન્ટ્સ ઓફ એ લોસ્ટ હોમ” પ્રસ્તૃત કરી, જે દર્શકોને દર્શકોને ઔદ્યોગિકીકરણ પછીની સ્થિતીના માધ્યમથી એક માર્મિક યાત્રા ઉપર લઈ જાય છે.

અભિવ્યક્તિ – સિટી આર્ટ્સ પ્રોજેક્ટ: એક મંચ ઉપર અદ્વિતિય અને ભવ્ય કલા પ્રદર્શન

અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત યુ.એન.એમ ફાઉન્ડેશનની એક પહેલ છે, જેમાં આર્થિક રીતે તમામ વર્ગના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ છે.અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને રંગમંચથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે.

અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ ૨૧ મી નવેમ્બરથી ૦૮ મી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન યોજાઈ રહી છે. આ વર્ષે ૪૯ કલાકારો ૫૦ પ્રદર્શન રજૂ કરશે. આ ઉપરાંત ૪૭ કલાકારો દ્વારા ૪૬ વિઝ્યુઅલ આર્ટ્સ ડિઝાઇન અને સેટઅપ કરવામાં આવશે.

કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે www.abhivyaktiart.org પર લોગ ઓન કરી શકે છે અથવા ૭૦૬૯૧૦૪૪૪૪/૭૦૬૯૧૦૫૫૫૫ નંબર ઉપર ફોન કરી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)