ટ્રસ્ટ ફિનટેકે NSE ઈમર્જ સમક્ષ DRHP રજૂ કર્યું
અમદાવાદ14 ફેબ્રુઆરી : એસએએએસ પ્રોડક્ટ-આધારિત ફિનટેક સોફ્ટવેર સોલ્યુશન્સની અગ્રણી રજૂકર્તા ટ્રસ્ટ ફિનટેક લિમિટેડએ NSE ઈમર્જ સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) રજૂ કર્યું છે. કંપનીનો આઈપીઓ શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે 62,82,000 ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુથી બનેલ છે.
લીડ મેનેજર્સઃ બૂક રનિંગ લીડ મેનેજર તરીકે કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ તથા રજિસ્ટ્રાર તરીકે બીગશેર સર્વિસિસ
કંપનીની કામગીરી અને ઇતિહાસ
ટ્રસ્ટ ફિનટેક એ એમએસએમઈએક્સ એસએમઈ આઈપીઓ કોહોર્ટ પ્રોગ્રામમાંથી છે. નાગપુર ખાતે વડુમથક ધરાવતી આ કંપની બીએફએસઆઈ ક્ષેત્ર માટે ઈઆરપી અમલીકરણ અને કસ્ટમાઈઝ્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ, એસએપી બી1 તથા ઓફશોર આઈટી સર્વિસિસની આજુબાજુ કોર બેન્કિંગ સાસ પ્રોડક્ટ્સ તેમ જ ફિનટેક સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
ગ્લોબલ બીએફએસઆઈ સેક્ટરના બહુવિધ નિયમનકારી અનુપાલનને અપનાવીને ટ્રસ્ટ ફિનટેક ભારત તથા વિદેશમાં તેના કારોબારને અપનાવીને આક્રમક રીતે તેના બિઝનેસની કામગીરીનું વિસ્તરણ કરી રહી છે. કંપની નાગપુર, પુણે અને મુંબઈમાં તેના કાર્યાલયો મારફતે કામગીરી ધરાવે છે. કંપની આગામી ત્રણ વર્ષમાં તેમના કર્મચારીઓની સંખ્યા વર્તમાન 263થી વધારીને 1000 કરવાની યોજના ધરાવે છે.
કંપની તેના વડપણ હેઠળની મુખ્ય બેન્કિંગ સોફ્ટવેર પ્રોડક્ટ્સ-ટ્રસ્ટબેન્કસીબીએસ અને માઈક્રોફિન્સને અમલી બનાવે છે અને ગોઠવે છે. ટ્રસ્ટબેન્કસીબીએસ મધ્યમથી મોટા કદના બેન્ક્સ અને ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યુટ્સની જરૂરિયાતોને પૂરી કરે છે,જ્યાં માઈક્રોફિન્સ નાના અને વિકાસ પામી રહેલી કો-ઓપરેટીવ સોસાયટીઝ, એસએસીસીઓએસ તથા અન્ય સમાન બેન્કિંગ ઈન્સ્ટિટ્યુટ અને અન્ય સમાન બેન્કિંગ સંસ્થાઓની જરૂરિયાત પૂરી પાડે છે. કંપની ભારતમાં 1250 કરતાં વધારે બેન્ક શાખામાં ટ્રસ્ટબેન્કસીબીએસને અમલી બનાવે છે અને નાણાકીય વર્ષ 2025 સુધીમાં 2250 શાખામાં તેને અમલી બનાવવાની યોજના ધરાવે છે.
ઇશ્યૂ માટેના મુખ્ય હેતુઓ
DRHP પ્રમાણે કંપની આઈપીઓ મારફતે એકત્રિત થનારા ભંડોળનો ઉપયોગ નાગપુરમાં મિહાન એસઈઝેડ ખાતે નવી સુવિધા વિકસાવવા, હાર્ડવેરને લગતી પ્રક્રિયા કરવા તથા આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા, વર્તમાન ઉત્પાદનોને વધારવા, જાળવણી કરવા, અપગ્રેડ કરવા, તેના વૈશ્વિક તથા સ્થાનિક બિઝનેસના ડેવલપમેન્ટને ભંડોળ પૂરું પાડવા, સેલ્સ, માર્કેટિંગ અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોને પૂરા કરવા માટે થશે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
ટ્રસ્ટ ફિનટેકે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન રૂપિયા 18.83 કરોડની કુલ આવક નોંધાવી હતી અને રૂપિયા 7.27 કરોડનો નફો (પીએટી) નોંધાવેલ છે,જે 30મી સપ્ટેમ્બર,2023ના રોજ પૂરા થયેલા ગાળામાં રૂપિયા 22.70 કરોડની કુલ આવક થઈ હતી,જે નાણાકીય વર્ષ 2022-23માં રૂપિયા 4.02 કરોડ હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)