અમદાવાદ, 19 ફેબ્રુઆરી: સોના-ચાંદીના બજારમાં છેલ્લા બે દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઇકાલે ફરી એકવાર રાત સુધીમાં સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી. MCX પર સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓએ તેજીનો વળાંક લીધો છે.  

છેલ્લા 24 કલાકમાં ચાંદી ફરી મોંઘી થઈ છે. ચાંદી ગઈકાલે બજારની શરુઆતમાં 4000 રૂપિયા મોંઘી હતી પરંતુ દિવસના અંત સુધીમાં ચાંદી એકઝાટકે 13000 રૂપિયા જેટલી ઉછળી હતી અને આજે બજાર શરુ થતાં જ ચાંદીએ ફરી 1000 રૂપિયાથી વધુની તેજી બતાવતા 246214ની સપાટી કૂદાવી દીધી હતી. એટલે કે મંગળવારના  મોટા કડાકા બાદ છેલ્લા 24 કલાકમાં જ જે ચાંદી 226000ના નીચલા લેવલે પહોંચી હતી તે ફરી એકવાર 245000ની સપાટીને પાર કરી ગઈ હતી. આજે ચાંદી 242439ના ભાવે ખૂલી હતી અને વાયદા બજારમાં ટ્રેડિંગ શરુ થતાં જ તે 246214ના લેવલને કૂદાવી ગઈ હતી. આમ છેલ્લા 24 કલાકમાં ચાંદીમાં કુલ 14000થી વધુનો ઉછાળો આવ્યો છે. 

સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં જે સોનું મંગળવારે 150000ના લેવલે પહોંચી ગયું હતું. તે આજે ફરી તેજી દર્શાવતા 156312ના સ્તરે આવી ગયું છે. ગઈકાલે સોનું 4343 રૂપિયા જેટલું મોંઘું થયું હતું. જોકે આજે બજાર શરુ થતાં જ સોનું 550 રૂપિયાની તેજી સાથે હાલ 156000ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)