પ્રાઈમરી માર્કેટમાં મેઇનબોર્ડમાં IPOનો દુષ્કાળ, મેન કાઇન્ડની જોવાશે રાહ
બે એસએમઇ આઇપીઓ, 5 એનસીડી ઇશ્યૂ અને 5 રાઇટ્સ ઇશ્યૂની રહેશે હાજરી
અમદાવાદઃ બે સપ્તાહથી પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ આઇપીઓના દુષ્કાળની સ્થિતિ રહી છે. એસએમઇ પ્લેટફોર્મમાં સળવળાટ વચ્ચે બે આઇપીઓ યોજાઇ રહ્યા છે. જ્યારે એનસીડીમાં 5 અને રાઇટ્સ ઇશ્યૂમાં પાંચ આઇપીઓની હાજરી જોવા મળશે. તે પૈકી રૂશિલ ડેકોલ અને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ એમ બે જાણીતી કંપનીઓના રાઇટ્સ ઇશ્યૂઓનો પણ સમાવેશ થાય છે.
ઉદયશિવકુમાર ઇન્ફ્રાના આઇપીઓમાં અત્યારે તો રોકાણકારોની મૂડી અસ્ત…..
કેલેન્ડર વર્ષ 2023માં અત્યારસુધીમાં મંડ 5 આઇપીઓ લિસ્ટેડ થયા છે. તે પૈકી ઉદશિવકુમાર ઇન્ફ્રા.ના આઇપીઓમાં રૂ. 35ની ઇશ્યૂ પ્રાઇસ સામે છેલ્લે રૂ. 31.70નો બંધ ભાવ ઇશ્યૂ પ્રાઇસ સામે 11.23 ટકાનો લોસ દર્શાવે છે. જ્યારે સૌથી વધુ પ્રિમિયમ ગ્લોબલ સર્ફેસિસમાં 32.25 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. દિવગી ટોર્ક 14.53 ટકા, શાહ પોલિમર્સમાં 16.18 ટકા અને રેડિયેન્ટ કેશમાં 4.83 ટકા રિટર્ન છૂટી રહ્યું છે.
2023: MAIN BOARD LISTING PERFORMANCE AT A GLANCE
Company | LISTING DATE | Issue Price | Listing Day Close | Listing Day Gain | Current Price | Profit/Loss |
Udayshivakumar Infra | Apr 3 | 35 | 31.5 | -10% | 31.07 | -11.23% |
Global Surfaces | Mar 23 | 140 | 170.9 | 22.07% | 185.15 | 32.25% |
Divgi TorqTransfer | Mar 14 | 590 | 605.15 | 2.57% | 675.75 | 14.53% |
Sah Polymers | Jan 12 | 65 | 89.25 | 37.31% | 75.52 | 16.18% |
Radiant Cash | Jan 4 | 94 | 104.7 | 11.38% | 98.54 | 4.83% |
SME IPO CALENDAR AT A GLANCE
આગામી સપ્તાહે એસએમઇ પ્લેટફોર્મ ઉપર બે આઇપીઓ યોજાઇ રહ્યા છે. જેમાં રેટિના પેઇન્ટ્સ અને ક્વીકટચ ટેકનોલોજીસનો સમાવેશ થાય છે.
Issuer Company | Open Date | Close Date | Size (Rs Cr) | Issue Price (Rs) | Lot Size | Exchange |
Retina Paints | Apr 19, 23 | Apr 24, 23 | 11.10 | 30.00 | 4,000 | BSE SME |
Quicktouch Technologies | Apr 18, 23 | Apr 21, 23 | 9.33 | 61.00 | 2,000 | NSE SME |
નોન- કન્વર્ટિબલ ડિબેન્ચર ઇશ્યૂઓનું માર્કેટ ફરી ગરમ
આગામી સપ્તાહ દરમિયાન પાંચ એનસીડી ઇશ્યૂઓ યોજાઇ રહ્યા છે. તે પૈકી મુથુટ ફાઇનાન્સના બે, એડલવીસ ફાઇનાન્સ, કોસામાટ્મ અને ઇન્ડિયા બુલ્સના એક એક ઇશ્યૂનો સમાવેશ થાય છે.
NCD ISSUES AT A GLANCE
Company | Open | Close | Issue Size Base(RsCr) | IssueSize Shelf(RsCr) |
Muthoot Finance | Apr 12 | Apr 26 | 75 | 300 |
Muthoot Fincorp | Apr 12 | Apr 26 | 150 | 300 |
Edelweiss Financial | Apr 06 | Apr 21 | 200 | 400 |
Kosamattam Finance | Apr 11 | Apr 25 | 150 | 300 |
Indiabulls Commercial | Apr 03 | Apr 19 | 200 | 1000 |
રુષિલ ડેકોર અને પીએનબી હાઊસિંગ ફાઇનાન્સના રાઇટ્સ ઇશ્યૂ
રુષિલ ડેકોર રૂ. 162ની ઇશ્યૂ પ્રાઇસ સાથે અને પીએનબી હાઉસિંગ રૂ. 275ની ઇશ્યૂ પ્રાઇસ સાથે રાઇટ્સ ધોરણે શેર્સ ઓફર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે.
RIGHTS ISUUES CALENDAR AT A GLANCE
Company | Issue Open | Issue Close | Record Date | Issue price | Issue Size (Rs Cr) | Rights Issue Ratio |
Prerna Infrabuild | May 01 | May 16 | Apr 21 | 20.00 | 48.17 | 2:1 |
Rushil Decor | May 2 | May 12 | Apr 13 | 162.00 | 107.49 | 1:3 |
Som Distilleries And Breweries | Apr 26 | May 11 | Apr 14 | 140.00 | 48.94 | 10:211 |
GI Engineering Solutions | Apr 27 | May 09 | Apr 18 | 10.00 | 49.86 | 11:8 |
A.F. Enterprises | Apr 05 | Apr 28 | Mar 22 | 19.00 | 42.91 | 8:5 |
PNB Housing Fin. | Apr 13 | Apr 27 | Apr 05 | 275.00 | 2493.76 | 29:54 |
MKVentures Capital | Apr 17 | Apr 25 | Apr 04 | 936.00 | 39.97 | 1:8 |
SEPC | Apr 10 | Apr 24 | Mar 29 | 10.00 | 49.90 | 2:53 |