84% લોકો ત્વરિત પર્સનલ લોન અથવા BNPL કરતાં ક્રેડિટ લાઇન પસંદ કરે છેઃ CASHe રિપોર્ટ

અમદાવાદ, 6 એપ્રિલઃ આરબીઆઈએ પ્રિ-અપ્રુવ્ડ લોન યુપીઆઈ મારફત આપવા મંજૂરી આપી છે. જેની પાછળનું કારણ યુપીઆઈની લોકપ્રિયતા છે. CASHeના રિપોર્ટ મુજબ, ડિજિટલ લોનની ચૂકવણી માટે યુપીઆઈ બીજુ સૌથી વધુ પસંદગીનું માધ્યમ છે. 84 ટકા ગ્રાહકો પર્સનલ લોન (14%) અને BNPL (2%)ના બદલે ક્રેડિટ લાઇન લેવાનું પસંદ કરે છે. 49 ટકા લોકો 10,000થી ઓછી રકમની સંચિત લોન લેવાનું પસંદ કરે છે. જે દર્શાવે છે કે, અનસિક્યોર્ડ અને અડચણમુક્ત ડિજિટલ ક્રેડિટ પ્રોડક્ટ્સની માગ સતત વધી રહી છે. શોપિંગ, હોમ રિનોવેશન, એજ્યુકેશન વગેરે બાદ અણધાર્યા મેડિકલ અને માસિક ખર્ચ એ ટૂંકા ગાળાની ડિજિટલ ક્રેડિટ મેળવવાના ટોચના કારણો છે.

બેંગ્લોરમાં ડિજિટલ લોનની માગ વધુ

ક્રેડિટની માંગમાં બેંગ્લોર ભારતના તમામ શહેરોમાં આગળ છે, ત્યારબાદ હૈદરાબાદ, પુણે, ગાઝિયાબાદ અને ગુડગાંવ આવે છે. પશ્ચિમ બંગાળ, પંજાબ, ગુજરાત, આસામ અને કેરળમાં પણ લોકો ડિજિટલ લોન મેળવી રહ્યા છે. જ્યાં ગ્રાહકો ચૂકવણી માટે E-NACH (36%) પછી બીજી સૌથી વધુ પસંદગીની ચુકવણી પદ્ધતિ તરીકે UPI (27%) પસંદ કરે છે. 2022- 23 માં પણ અગાઉના વર્ષોની સરખામણીમાં લોન લેનારાઓમાં મહિલાઓનું પ્રમાણ 1 ટકા વધ્યું છે.

CASHe, ભારતના અગ્રણી ધિરાણ-આધારિત, AI-સંચાલિત ફાઈનાન્સિયલ વેલનેસ પ્લેટફોર્મ છે. જેના 540,000 ગ્રાહકોના પૂલ પર આધારિત એક વિશિષ્ટ વિશ્લેષણ, 2022-23ના મિલેનિયલ્સનો ફાઈનાન્સિયલ મૂડ રજૂ કરે છે. આ અહેવાલ ખર્ચ અને રોકાણની આદતોમાં અનન્ય અને મૂલ્યવાન આંતરદૃષ્ટિ દર્શાવે છે.