UPL: Q4 નફો 95% ઘટી રૂ.40 કરોડ, રૂ.1 ડિવિડન્ડ
અમદાવાદ, 13 મેઃ
એગ્રોકેમિકલ્સ ઉત્પાદક યુપીએલ લિમિટેડે 13 મેના રોજ 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 95 ટકાનો ઘટાડો નોંધાવવા સાથે રૂ.40 કરોડ નોંધાવ્યો છે. જે એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 792 કરોડ હતો. જો કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1,217 કરોડની ખોટથી અહેવાલ ક્વાર્ટરમાં નફો લગભગ 97 ટકા વધ્યો હતો. પરીણામની જાહેરાત બાદ, યુપીએલના શેર વધ્યો હતો. કંપનીની આવક પણ ચોથા ક્વાર્ટરમાં ઘટીને રૂ. 14,078 કરોડ થઈ હતી જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 16,569 કરોડ હતી, જે 15 ટકાનો ઘટાડો દર્શાવે છે.
કંપનીએ ઇક્વિટી શેરદીઠ રૂ.1નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું. UPLના Q4FY24 માર્જિનને ઊંચા રિબેટ અને મોંઘા ઈન્વેન્ટરીના લિક્વિડેશનની ‘ટ્રાન્ઝીટરી ઈમ્પેક્ટ’થી ફટકો પડ્યો હતો, જે કંપનીને FY25ના બીજા ભાગમાં સામાન્ય થવાની આશા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)