વેન્ટિવ હોસ્પિટાલિટીનો રૂ. 1600 કરોડનો IPO 20 ડિસેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 610-643
ઇશ્યૂ ખૂલશે | 20 ડિસેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 24 ડિસેમ્બર |
ફેસવેલ્યૂ | રૂ.1 |
પ્રાઇસ બેન્ડ | રૂ. 610- 643 |
એન્કર બીડ | 19 ડિસેમ્બર |
લોટ સાઇઝ | 23 શેર્સ |
એમ્પલોઇ ડિસ્કાઉન્ટ | રૂ. 30 |
લિસ્ટિંગ | એનએસઇ, બીએસઇ |
અમદાવાદ, 18 ડિસેમ્બરઃ વેન્ટિવ હોસ્પિટાલિટી (અગાઉ આઈસીસી રિયલ્ટી (ઈન્ડિયા) તેના ઇક્વિટી શેર્સના IPO સંદર્ભે તેની બિડ/ઓફર શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024ના રોજ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ મંગળવાર, 24 ડિસેમ્બર, 2024 છે. રૂ. 1600 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના)ની કુલ ઓફર સાઇઝમાં રૂ. 1600 કરોડ સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 610થી રૂ. 643 નક્કી કરવામાં આવી છે.
એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 30નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બિડ્સ લઘુતમ 23 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 23 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
ઇશ્યૂ માટેના મુખ્ય હેતુઓ એક નજરે
કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરવા માંગે છે – ચૂકવવાપાત્ર વ્યાજની રકમ સહિત કંપની દ્વારા મેળવવામાં આવેલા ચોક્કસ ઋણની સંપૂર્ણ કે આંશિક પૂર્વચૂકવણી કે ચૂકવણી કરવા માટે.
વેન્ટિવ હોસ્પિટાલિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પંચશીલ રિયલ્ટીના ચેરમેન અતુલ આઈ. ચોરડિયાએ જણાવ્યું હતું કે વેન્ટિવ હોસ્પિટાલિટીનો સૂચિત IPO રિજનલ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની તેની સફરમાં પંચશીલ અને બ્લેકસ્ટોન માટે મહત્વનું સીમાચિહ્ન છે. બ્લેકસ્ટોનના રિયલ એસ્ટેટ-ઈન્ડિયાના હેડ તુહીન પરીખે જણાવ્યું હતું કે અમે ગ્લોબલ હોસ્પિટાલિટી બ્રાન્ડ્સ દ્વારા સંચાલિત પ્રીમિયમ હોસ્પિટાલિટી એસેટ્સનો પોર્ટફોલિયો ધરાવતી વેન્ટિવ હોસ્પિટાલિટીના આગામી IPOમાં અમારા લાંબા ગાળાના ભાગીદાર પંચશીલ રિયલ્ટી સાથે કામ કરીએ છીએ.
લીડ મેનેજર્સઃ જેએમ ફાઇનાન્શિયલ, એક્સિસ કેપિટલ, એચએસબીસી સિક્યોરિટીઝ અને કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.