અમદાવાદ, 4 ઓક્ટોબરઃ વૈશ્વિક અનિશ્ચિતતાઓમાં વધારો થઈ રહ્યો હોવાથી RBI એ પોતાના નીતિગત દરોને યથાવત્ રાખીને એક યોગ્ય રીતે સંતુલિત પૉલિસી જાહેર કરી છે અને વળી GSTમાં ઘટાડાનો લાભ દેખાવા લાગ્યો છે. જોકે, સેન્ટ્રલ બેંકે આ પૉલિસીમાં ડેટા અંગેની વધુ સ્પષ્ટતાની રાહ જોઇને ધીરજ ધરવાનો અભિગમ અપનાવ્યો હોવા છતાં તેણે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, સ્થાનિક ફુગાવામાં સતત નરમ વલણને જોતાં પૉલિસીમાં વધુ ઢીલ આપવાનો માર્ગ મોકળો થયો છે.

ડિસેમ્બરમાં દરોમાં ઘટાડો થશે કે નહીં, તે હજુ નિશ્ચિત નથી તથા તે ટેરિફના પરિણામો અને આ તહેવારોના સમયગાળા દરમિયાન ઘરેલું વપરાશની મજબૂતાઈ અને તેજી પર આધાર રાખશે. ટેરિફ મોરચે કોઈ પણ પ્રકારનું સમાધાન ના થાય કે આવનારા મહિનાઓમાં તેમાં હજુ વધારો થાય તો, નાણાકીય વર્ષ 2025-26માં ટર્મિનલ પૉલિસી રેટ 5% થવાની શક્યતા દેખાઈ રહી છે. અમારા અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં GDP ગ્રોથ 6.6% અને ફુગાવો સરેરાશ 2.5% રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ