અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ વિપુલ અમૃતલાલ શાહ ટૂંક સમયમાં તેમની કંપની સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઇપીઓ લાવવાની યોજના ધરાવે છે. લાંબા સમયગાળા બાદ ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગની કંપની ભારતીય શેરબજારો પર લિસ્ટ થશે, જે આ ઉદ્યોગની અન્ય કંપનીઓના આઇપીઓ માટે માર્ગ મોકળો કરશે. ફિલ્મ અને વેબ સિરીઝનાં સર્જન, વિકાસ, નિર્માણ, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલાં પ્રતિષ્ઠીત અને પ્રસિધ્ધ પ્રોડક્શન હાઉસમાં સ્થાન પામતી સનશાઇન પિક્ચર્સ લિમિટેડ વિશિષ્ટ, જોખમ મુક્ત, સ્થિતિસ્થાપક અને નવીન વ્યવસાય મોડેલ.ધરાવે છે.

IPOમાં 83.75 લાખ ઇક્વિટી શેરો સુધીની ઓફર સાઇઝનો સમાવેશ થાય છે, જેમાં 50 લાખ ઇક્વિટી શેરો સુધીનાં ફ્રેશ ઇશ્યુ અને 33,75 લાખ ઇક્વિટી શેરો સુધીની ઓફર ફોર સેલ (OFS) નો સમાવેશ થાય છે. કંપની ફ્રેશ ઇશ્યુ દ્વારા મળનારા ભંડોળનો ઉપયોગ નીચેનાં હેતુ માટે કરવા માંગે છેઃ 1. કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા 2. સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે. કંપની ચોખ્ખા ભંડોળમાંથી રૂ. 94 કરોડ સુધીની રકમનો ઉપયોગ કંપનીની લાંબા ગાળાની કાર્યકારી મૂડી જરૂરિયાતો માટે કરવા માંગે છે. કંપનીને ભાવિ વૃધ્ધિ અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે વધારાની લાંબા ગાળાની કાર્યકારી મૂડીન જરૂર છે.

કંપનીની આઠ ફિલ્મો અને બે વેબ સિરીઝ નિર્માણાધીન છે. કંપની જિયો સ્ટુડિયોઝનાં સહયોગમાં બે ફિલ્મોનું સહ-નિર્માણ કરી રહી છે. જેમાંની એક છે ‘હિસાબ.’. આ ફિલ્મ કેલેન્ડર વર્ષ 2025નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિલીઝ થવાની ધારણા છે. કંપનીએ એક વેબ સિરીઝનું પણ નિર્માણ કર્યું છે, જેનું સ્ટ્રીમિંગ દૂરદર્શન ચેનલ અને તેનાં OTT પ્લેટફોર્મ પર થઈ રહ્યું છે. કંપનીનાં આગામી ફિલ્મ પ્રોજેક્ટ્સમાં ગુડ મોર્નિંગ રિયા, ગવર્નર, ધ કેરાલા સ્ટોરી 2. બુલડોઝર, સામુક, કાન્હા અને ભીમનો સમાવેશ થાય છે. વેબ સિરીઝ પ્રોજેક્ટ્સમાં માયા, નાણાવટી વર્સિસ નાણાવટી અને વ્હિસલ બ્લોઅરનો સમાવેશ થાય છે.

કંપનીએ 10 કમર્શિયલ ફિલ્મોનું નિર્માણ કર્યું છે, જેમાંથી છ પ્રતિષ્ઠિત સ્ટુડિઓઝનાં સહ-નિર્માણમાં થયું છે, આ ઉપરાંત કંપનીએ બે વેબ સિરીઝ, બે ટીવી સિરીયલ અને એક શોર્ટ કોમર્શિયલ ફિલ્મનું નિર્મા કર્યું છે.

છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષ અને 2025નાં પ્રથમ છ મહિનાથી નફામાં છે. કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2024માં રૂ. 133.8 કરોડ, 2023માં રૂ., 26.51 કરોડ, 2022માં રૂ. 87.13 કરોડ હતી. 2025નાં પ્રથમ છ મહિનામાં કામગીરીમાંથી આવક રૂ. 39.02 કરોડ હતી. 2025નાં પ્રથમ છ મહિનામાં EBITDA રૂ. 77.75 કરોડ હતી,. જે 2024નાં નાણાકીય વર્ષમાં રૂ. 73.08 કરોડ, 2023માં રૂ. 4.46 કરોડ અને 2022માં રૂ. 15.21 કરોડ હતી. કંપનીનો ચોખ્ખો નફો 2025નાં પ્રથમ છ મહિનામાં રૂ. 45.64 કરોડ, 2024માં રૂ. 52.45 કરોડ, 2023માં રૂ. 2.31 કરોડ અને ર022માં રૂ. 11,2 કરોડ હતો.

વિપુલ અમૃતલાલ શાહનાં વડપણ હેઠળ કંપની વિશ્વાસપાત્ર પ્રોડક્શન હાઉસ તરીકે સ્થાપિત થયું છે, જે દર્શકોના જીવનને સમૃધ્ધ કરે તેવું કન્ટેન્ટ પીરસે છે અને વાર્તા કથનમાં નવા માપદંડો પ્રસ્થાપિત કરે છે.    

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)