અમદાવાદ, 17 ઓક્ટોબર:વિશ્વરાજ એન્વાયર્મેન્ટ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીના IPOમાં રૂ. 1,250 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર પ્રીમિયર ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ દ્વારા રૂ. 1,000 કરોડ સુધીના મૂલ્યની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમ પૈકી રૂ. 545 કરોડ સુધીની રકમ તેની પેટાકંપનીઓના ઋણની ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે, 300 એમએલડી વોટર, 60 એમએલડી એસટીપી અને 80 એમએલટી ટર્ટિયરી ટ્રીટમેન્ટ આરઓ પ્લાન્ટના સપ્લાય માટે યુએફ આરઓ ટેક્નોલોજી આધારિત એડવાન્સ્ડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફેઝ 3ના નિર્માણ માટે રૂ. 178.5 કરોડ, રૂ. 112.8 કરોડ અને રૂ. 124.1 કરોડના મૂલ્યના ત્રણ પ્રોજેક્ટ્સના મૂડી ખર્ચને ભંડોળ આપવા માટે, પીએમ કુસુમ સ્કીમ હેઠળ 30 મેગાવોટ (એસી) એગ્રીગેટ સોલર ફોટોવોલ્ટેઇક પાવર જનરેશન સોલ્યુશન માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાની યોજના ધરાવે છે.

કંપનીએ 2011માં મહારાષ્ટ્રના નાગપુરમાં દેશનો પ્રથમ સંપૂર્ણ શહેર 24×7 વોટરસ સપ્લાય પીપીપી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જે પછીથી 2020માં વેચી દેવામાં આવ્યો હતો. તેણે નાગપુરમાં ભારતનો પ્રથમ અને સૌથી મોટો સીવેજ વેસ્ટવોટર રીયુઝ પીપીપી પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે, જેમાં 2018માં 200 MLD STP અને 2020માં 190 MLD વેસ્ટવોટર રીયુઝ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જે નજીકના થર્મલ પાવર પ્લાન્ટ્સને ટ્રીટેડ પાણી પૂરું પાડે છે અને શહેરના ઉપયોગ માટે 190 MLD તાજું પાણી આપે છે.

DRHP મુજબ 30 શહેરોમાં ફેલાયેલા તેના પોર્ટફોલિયોમાં 30 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (“WTPs”)નો સમાવેશ થાય છે જેની સંયુક્ત ટ્રીટમેન્ટ ક્ષમતા 2,090.10 MLD છે, જેમાં 19 ઓએન્ડએમ પ્રોજેક્ટ્સ અને 9,984 કિમી પાઇપલાઇન્સનું વિતરણ નેટવર્ક સામેલ છે. વેસ્ટવોટર પોર્ટફોલિયોમાં 60 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (“STPs”)નો સમાવેશ થાય છે જેની કુલ ટ્રીટમેન્ટ ક્ષમતા 1,706.57 MLD છે, જેમાં 16 ઓએન્ડએમ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

31 માર્ચ, 2025 સુધીમાં, કંપની પાસે રૂ. 16,011.34 કરોડની ઓર્ડર બુક હતી અને એસેટ્સ અંડર મેનેજમેન્ટ (“AUM”) રૂ. 6,677.90 કરોડ હતી, જેમાં ત્રણ ઓપરેશનલ પ્રોજેક્ટ્સ અને પીપીપીમાં બાંધકામ હેઠળના રૂ. 4,428.920 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સ, રૂ. 1,221.53 કરોડના મૂલ્યના એચએએમમાં ​​બાંધકામ હેઠળના ત્રણ પ્રોજેક્ટ્સ અને રૂ. 1,027.45 કરોડના પીપીપી રિન્યુએબલ મોડેલમાં બાંધકામ હેઠળના ચાર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

કંપની આવક વૃદ્ધિની દ્રષ્ટિએ તેની પિઅર કંપનીઓમાં બીજા ક્રમે છે. નાણાંકીય વર્ષ 2023થી નાણાંકીય વર્ષ 2025 દરમિયાન તેણે 62 ટકાનો સીએજીઆર હાંસલ કર્યો છે. આ જ સમયગાળા માટે કામગીરીમાંથી તેની આવક નાણાંકીય વર્ષ 2023માં રૂ. 669 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 1759 કરોડ થઈ છે. તેનો પુનઃનિર્ધારિત નફો રૂ. 96 કરોડથી વધીને રૂ. 266 કરોડ થયો છે. મ્યુનિસિપલ અને ઔદ્યોગિક ઉપયોગની વધતી માંગને કારણે, ભારતનું વેસ્ટ અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ માર્કેટ 2025 અને 2029ની વચ્ચે રૂ. 630 અબજથી વધીને રૂ. 650 અબજ થવાની ધારણા છે.

જેએમ ફાઇનાન્શિયલ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)