અમદાવાદ, 4 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ તેની IPO પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છે, પરંતુ સેબી તરફથી લીલીઝંડી મળવાની રાહ જોવાઇ રહી હોવાનું એનએસઇના MD અને CEO આશિષ ચૌહાણે જણાવ્યું હતું.

NSE તેના ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા, કોર્પોરેટ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં સુધારો કરે અને પેન્ડિંગ કાનૂની બાબતોને ઉકેલે પછી સેબીની મંજૂરી મળવાની શક્યતા બજાર વર્તુળોએ વ્યક્ત કરી છે. 2021માં  NSEને તેની મેઇનફ્રેમ અને ડિઝાસ્ટર રિકવરી સાઇટ્સમાં ખામી સર્જાતાં કેટલાંક કલાકો સુધી ટ્રેડિંગ અટકાવવું પડ્યું હતું, જેના કારણે SEBI તરફથી સઘન તપાસ કરવામાં આવી હતી.

નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE એ ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 8 ટકા વધીને રૂ. 1,975 કરોડ નોંધાવ્યો હતો. ઓપરેશન્સમાંથી એકીકૃત આવક Q3 માટે વાર્ષિક ધોરણે 25 ટકા વધીને રૂ. 3,517 કરોડ થઈ છે.

ટ્રેડિંગ રેવન્યુ ઉપરાંત, ડેટા સેન્ટર અને કનેક્ટિવિટી ચાર્જિસ, ક્લિયરિંગ સેવાઓ, લિસ્ટિંગ સેવાઓ, ઇન્ડેક્સ સેવાઓ અને ડેટા સેવાઓ સહિતના અન્ય સ્રોતો દ્વારા પણ ટોપલાઇન વૃદ્ધિને મદદ મળી હતી. Q3FY24 માટે ચોખ્ખું નફા માર્જિન 51 ટકા નોંધાયું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)