વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETFને લોંચ કર્યું
અમદાવાદ,17 ડિસેમ્બર:: ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે આજે ધ વેલ્થ કંપની ગોલ્ડ ઈટીએફ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે, જે સોનાના ઘરેણાંની કિંમતને રેપ્લિકેટ/ટ્રેક કરે છે. આ ન્યૂ ફંડ ઓફર 16 ડિસેમ્બર 2025થી 22 ડિસેમ્બર 2025 સુધી સબ્સ્ક્રીપ્શન કરવા માટે ખુલ્લુ રહેશે. આ ફંડ રોકાણકારોને સોનામાં રોકાણ કરવા માટે એક આધુનિક, કુશળ તથા સુરક્ષિત રીત પૂરી પાડવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે.

વેલ્થ કંપની ગોલ્ડ ઈટીએફ પ્રાથમિક રીતે 99.5% અથવા ઉચ્ચ ફિઝીકલ ગોલ્ડમાં અથવા વધારે શુદ્ધતા ધરાવતા ફિઝીકલ ગોલ્ડમાં રોકાણ કરશે, જે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA)ના ગુડ ડિલીવરી સ્ટાન્ડર્ડ પ્રમાણે હશે. ઈટીએફ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બન્ને ખાતે લિસ્ટેડ કરવામાં આવશે, જે દેશભરમાં રોકાણકારો માટે સરળ એક્સેસ તથા કામકાજ કરવાની બાબતને સુનિશ્ચિત કરશે.
વેલ્થ કંપની ગોલ્ડ ઈટીએફ ફિઝીકલ ઓનરશીપની તુલનામાં સોનામાં રોકાણ કરવાના માર્ગને વધુ કાર્યક્ષમ તથા પારદર્શક રીતે ઓફર કરશે. ઈટીએફ 99.5% અથવા વધારે શુદ્ધતા ધરાવતા સોનામાં રોકાણ ફિઝીકલ ગોલ્ડની ખરીદીની સામાન્ય સાનુકૂળતાની ઓફર સાથે વેરિફિકેશન તથા ક્વોલિટીને લગતી પ્રાથમિક ચિંતાઓનું નિરાકરણ કરે છે. સોનાની કિંમત સંપૂર્ણપણે પારદર્શક છે અને લાઈવ માર્કેટ પ્રાઈઝ સાથે જોડાયેલ છે, તે ફિઝીકલ ગોલ્ડની માફક નથી કે જે સામાન્ય રીતે સ્થાનિક પ્રીમિયમ તથા મેકિંગ ચાર્જીસ લાગૂ થયેલ હોય છે
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ પ્રમાણે ઘટી રહેલી ઉપજ, વધી રહેલ ભૂરાજકિય તણાવ તથા સુરક્ષા માટે વધી રહેલા અભિગમને લીધે સોના માટે ખૂબ જ મજબૂત માહોલ બનાવશે, જેથી તેની કિંમતોમાં ઝડપભેર વધારો થશે. આ સ્થિતિમાં સોનું વર્ષ 2026માં વર્તમાન લેવલથી 15-30 ટકા સુધી વધી શકે છે. રોકાણ માટેની માંગ, ખાસ કરીને ઈટીએફ મારફતે એક મુખ્ય ચાલક બાબત બની રહેશે, જે બજારના અન્ય ક્ષેત્ર જેમ કે જ્વેલરી અથવા ટેકનોલોજીમાં નબળી બાબતની ભરપાઈ કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
