XUV 3XO: મહિન્દ્રાની નવી SUVનો વર્લ્ડ પ્રિમિયર 29 એપ્રિલે
મુંબઈ, 4 એપ્રિલ: એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની એસયુવીનું નામ જાહેર કર્યું છે, XUV 3XO (જે એક્સયુવી થ્રીએક્સઓ તરીકે બોલાશે). 29 એપ્રિલે વિશ્વભરમાં લોન્ચ થનારી આ એસયુવી કેટેગરીમાં નવા માપદંડો નક્કી કરશે અને એક્સયુવી બ્રાન્ડના ડીએનએ જેના માટે વખણાય છે તે સોફિસ્ટિકેશન અને મોર્ડન ટેક્નોલોજી ધરાવશે.
XUV 3XO શહેરી ડ્રાઇવર્સની આકાંક્ષા સંતોષવા માટે દિલધડક પર્ફોર્મન્સ, અત્યાધુનિક ટેક્નોલોજી, અનેરી ડિઝાઈન અને અદ્વિતીય સુરક્ષાને સરળતાથી ઇન્ટિગ્રેટ કરે છે. દરેક સફરમાં ત્રણ ગણી અપીલ સાથે તે એસયુવી ઓનરશિપના તમામ તબક્કામાં અપેક્ષાઓથી આગળ વધે છે. નવી XUV 3XO મહારાષ્ટ્રના નાસિકમાં કંપનીના ઉત્પાદન એકમમાં ઉત્પાદિત કરવામાં આવશે.
XUV 3XO 1.2-લિટર ટર્બો-પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ એન્જિનને આગળ વધારશે તેવી અપેક્ષા છે. મહિન્દ્રા હાલમાં તમામ એન્જિન વેરિઅન્ટમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વચ્ચે પસંદગી આપે છે.