યાત્રાએ અમદાવાદમાં નવા ફ્રેન્ચાઈઝી સ્ટોરની શરૂઆત સાથે વિસ્તરણ કર્યું
અમદાવાદ, 21 ઓગસ્ટ: કોર્પોરેટ ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર અને ઓનલાઈન ટ્રાવેલ કંપની યાત્રા ઓનલાઈન લિમિટેડે અમદાવાદમાં એક નવો સ્ટોર ખોલ્યો છે. યાત્રા સ્ટોર્સ વ્યૂહાત્મક રીતે વધતી જતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે લોન્ચ કરાયો છે. જે વ્યક્તિગત સર્વિસીસ, ટેકનોલોજી-આધારિત સોલ્યુશન્સ અને ઇન-સ્ટોર બુકિંગ અનુભવ પૂરો પાડે છે- આ બધું એક જ છત નીચે. યાત્રામાં કોર્પોરેટ ટ્રાવેલના સીઈઓ અને ઇન્ડસ્ટ્રીઝ રિલેશન્સના પ્રમુખ સબિના ચોપરાએ જણાવ્યું હતું કે, આ લોન્ચ અમારી વિકાસ વ્યૂહરચનામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જેનાથી અમને ગુજરાતમાં અમારા ગ્રાહકો સાથે વધુ નજીકથી જોડાવાની તક આપે છે. આ નવો ફ્રેન્ચાઇઝી સ્ટોર અમને અમારા ગ્રાહકોને વ્યક્તિગત, સર્વિસીસ પૂરી પાડીને તેમની જરૂરિયાતોને વધુ સારી રીતે સેવા આપવા માટે સક્ષમ બનાવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)