અમદાવાદ, 26 નવેમ્બર:ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ ને Verapamil Hydrochloride Extended-Release Tablets USP, 120 mg, 180 mg and 240 mg (USRLD: Calan SR Extended-Release Tablets, 120 mg, 180 mg and 240 mg) માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી આખરી મંજૂરી મળી ગઈ છે.

Verapamil Hydrochloride Extended-Release Tablets (120 mg, 180 mg and 240 mg) ને હાઇ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે લખવામાં આવે છે જે સ્ટ્રોક અને હૃદય રોગના હુમલા જેવી હૃદયની ગંભીર બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. Verapamil Hydrochloride Extended-Release ટેબ્લેટ્સનું ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના હિમાચલ પ્રદેશના બદ્દી ખાતે આવેલા પ્લાન્ટમાં ઉત્પાદન થશે.

અમેરિકામાં Verapamil Hydrochloride Extended-Release ટેબ્લેટ્સનું વાર્ષિક 24.5 મિલિયન યુએસ ડોલરનું વેચાણ હતું (IQVIA MAT Sept-2025).

ગ્રુપ હવે 428 અપ્રૂવલ્સ ધરાવે છે અને નાણાંકીય વર્ષ 2003-04માં ફાઇલિંગ પ્રોસેસ શરૂ કરી ત્યારથી 487* ANDAs ફાઇલ કર્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)