ઝાયડસને US સ્થિત એજીનસ પાસેથી નેક્સ્ટ જનરેશન ઈમ્યુનો-ઓન્કોલોજી પ્લેટફોર્મ્સ માટે એક્સક્લુઝીવ લાઈન્સન્સીંગ રાઈટ્સ મળ્યા

અમદાવાદ, 5 જૂનઃ ઝાયડસ લાઈફસાયન્સીઝે એજીનસ આઈએનસી (નાસ્ડેક : AGEN) સાથે તેની ઈન્વેસ્ટીગેશનલ બોટેન્સીલીમેબ (BOT) અને બાલ્સ્ટીલીમેબ્ (BAL) કોમ્બીનેશન થેરાપીનાં ભારત અને શ્રીલંકાનાં કમર્શીયલ રાઈટ્સ હસ્તગત કરવા નિશ્ચિત એગ્રીમેન્ટ કર્યાની જાહેરાત કરી છે. એજીનસ આઈએનસી એ ક્લીનીકલ સ્ટેજ ઈમ્યુનો- ઓન્કોલોજી કંપની છે, જે કેન્સર સામે લડવા ઈમ્યૂન થેરાપી વિકસાવે છે.
એજીનસનાં અગ્રણી પ્રોગ્રામ્સમાં BOT અને BAL છે, જે નેક્સ્ટ જનરેશન ઈમ્યુનોથેરાપી પ્લેટફોર્મ છે. જે ટ્યૂમર સેલ્સનો પ્રતિરોધ કરવા માટે ઈમ્યુન સીસ્ટમને વધુ મજબૂત બનાવે છે. અત્યારે એડવાન્સ્ડ ક્લીનીકલ ટ્રાયલ્સ અંતર્ગત BOT/BAL ૧૨૦૦ જેટલા લેટ સ્ટેજ્ડ અને નીઓએજ્યુવન્ટ સેટીંગમાં પેશન્ટ્સમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે.
આ એગ્રીમેન્ટ અંતર્ગત ઝાયડસ આ વિસ્તારોમાં તેની લાયસન્સ્ડ પ્રોડક્ટસની ક્લીનીકલ ડેવલપમેન્ટ અને રેગ્યુલેટરી એપ્રુવલ્સની જવાબદારી લેશે અને સફળ એપ્રુવલ અને કમર્શીયલાઈઝેશન સાથે નેટ સેલ્સની રોયલ્ટી ૫% રહેશે.

આ અંગે ઝાયડસ લાઈફસાયન્સીઝનાં મેનેજીંગ ડિરેક્ટર ડૉ. શર્વિલ પટેલે કહ્યું, “એજીનસ સાથેની અમારી આ લાયસન્સીંગ પાર્ટનરશીપ બાયોલોજીક્સ વિઝન સાથે, અત્યાર સુધી ન પહોંચી વળાયેલી જરૂરિયાતો સામે એડવાન્સ નોવેલ સોલ્યુશન્સની છે. એજીનસની વિસ્તૃત પાઈપલાઈન અને ઈમ્યુનો-ઓન્કોલોજીમાં ઝાયડસ સાથે રિસર્ચ, ભારતમાં કેન્સર સામે સંયુક્ત લડત આપવાની સાથે ભારતીય ઓન્લોકોજી ક્ષેત્રે મોટું કદમ ગણાશે. ભારત અને શ્રીલંકામાં, તેને લીધે, જેમને સૌથી વધુ જરૂર છે એવા દર્દીઓને આ પરિવર્તનકારી થેરાપીઝનો લાભ મળશે.”
પોતાની ક્લીનીકલ ડેવલપમેન્ટ અને રેગ્યુલેટરી યોગ્યતાઓથી ઝાયડસ માત્ર BOT/BAL ની પહોંચ જ નહીં વધારે, પરંતુ ન પહોંચી વળાયેલી અન્ય જરૂરિયાતોને પહોંચી વળવાના રસ્તા શોધીને દર્દીનાં જીવનમાં નવું અજવાળું પાથરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)