ઝાયડસ ગ્લોબલ બાયોલોજીક્સ સીડીએમઓ બિઝનેસમાં એન્ટર થશે
| ઈનોવેટીવ થેરાપીમાં વિકાસને વેગ આપવા એજીનસની યુએસ સ્થિત મેન્યુફેક્ચરીંગ ફેસીલીટીઝ હસ્તગત કરવાનું આયોજન | આ એક્વીઝીશન ગ્લોબલ બાયોલોજીક્સ સીડીએમઓ સ્પેસમાં ઝાયડસની હાજરી પ્રસ્થાપિત કરશે જે ઝડપી વિકસી રહ્યું છે |
અમદાવાદ, ન્યુજર્સી, 5 જૂનઃ ઝાયડસ લાઈફસાયન્સીઝ લિમીટેડે (એજીનસ આઈએનસી (નાસડેક : AGEN) યુએસ સ્થિત બાયોલોજીક્સ (CMC) ફેસીલીટીઝ હસ્તગત કરવા ગ્લોબલ બાયોલોજીક્સ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરીંગ ઓર્ગેનાઈઝેશન (સીડીએમઓ) ક્ષેત્રે પોતાની એન્ટ્રીની જાહેરાત કરી છે. આ એક્વીઝીશન સાથે ઝાયડસે યુએસ સ્થિત બાયોલોજીક્સ મેન્યુફેક્ચરીંગમાં સસ્ટેનેબલ ગ્રોથ ક્ષેત્રે વ્યૂહાત્મક રોકાણ કર્યું છે. એજીનસ આઈએનસી, ક્લીનીકલ સ્ટેજની ઈમ્યુનો-ઓન્કોલોજી કંપની છે. જે કેન્સર સામે લડવા ઈમ્યુન થેરાપી વિકસાવે છે.
એગ્રીમેન્ટ અંતર્ગત ઝાયડસ એજીનસ પાસેથી એમેરીવીલે અને બર્કલે, કેલીફોર્નીયાની બે સ્ટેટ ઓફ ધી આર્ટ બાયોલોજીક્સ મેન્યુફેક્ચરીંગ ફેસીલીટીઝ અપફ્રન્ટ ૭૫ મીલીયન યુએસ ડોલર સાથે ૩ વર્ષમાં નિર્ધારિત રેવન્યુ માઈલસ્ટોન આધારિત ૫૦ મીલીયન યુએસ ડોલર કન્ટીજન્ટ પેમેન્ટ સાથે હસ્તગત કરશે. તેની સાથે ઝાયડસને કેલીફોર્નીયામાં પોતાની ઉપસ્થિતિ સાથે તાકીદે એડવાન્સ બાયોલોજીક્સ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે તક મળશે, જે ગ્લોબલ બાયોટેકનોલોજી હબ ગણાય છે. ઉપરાંત, આ સ્ટ્રેટેજીક મૂવ ઝાયડસને યુએસ અને વૈશ્વિક સ્તરે સુદૃઢ સપ્લાય ચેઈન ડાયનેમીક્સ સાથે સાનુકૂળ જીઓપોલીટીકલ વાતાવરણ વિસ્તારવામાં મદદરૂપ થશે. આ એક્વીઝીશન સાથે ઝાયડસ બાયોલોજીક્સનાં સમગ્રતયા વિકાસ ક્ષેત્રે વન સ્ટોપ સોલ્યુશન બનશે. જેમાં પ્રિ-ક્લીનીકલથી ટોક્સીકોલોજી સ્ટડી, ક્લીનીકલ ડેવલપમેન્ટ અને હવે મેન્યુફેક્ચરીંગનો સમાવેશ થાય છે.
ઝાયડસનો સીડીએમઓ બિઝનેસ સ્વતંત્ર એન્ટીટી તરીકે કામ કરશે અને હસ્તગત મેન્યુફેક્ચરીંગ કેપેબીલીટીઝનું સંચાલન કરશે. જેમાં અનુભવી અને નિષ્ણાત પ્રોફેશનલ્સની ટીમ ઉચ્ચ કક્ષાનાં બાયોલોજીક્સ ડેવલપમેન્ટ અને ઉત્પાદન સાથે ગ્લોબલ બાયોટેક અને ફાર્માસ્યુટીકલ કંપનીઓ માટે ઉચ્ચતમ સેવાઓ લક્ષી કામગીરી કરશે. આ સમજૂતી અંતર્ગત ઝાયડસ એજીનસ માટે એક્સક્લુઝીવ કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરર બનશે, જે બે આઈડેન્ટીફાઈ ફેઝ થ્રી રેડી ઈમ્યુનો-ઓન્કોલોજી પ્રોડક્ટસ બીટેન્સીલીમેબ (BOT) ને બાલ્સ્ટીલીમેબ (BAL) ની મેન્યુફેક્ચરીંગ સર્વીસીઝ સાથે ક્લીનીકલ અને કમર્શીયલ સપ્લાય પૂરી પાડશે. આ ઉપરાંત એજીનસ દ્વારા ભવિષ્યની પાઈપલાઈન પ્રોડક્ટસનાં ઉત્પાદન માટે વાટાઘાટનો પણ પ્રથમ અધિકાર ઝાયડસને રહેશે. ઉપરાંત, ઝાયડસ પોતાની ટીમ વિસ્તારીને આ વિસ્તારમાં સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા નવી જોબ્સ ઉભી કરવાનું પણ પ્લાનીંગ કરશે.

આ અંગે ઝાયડસ લાઈફસાયન્સીઝનાં મેનેજીંગ ડીરેક્ટર ડા. શર્વિલ પટેલે કહ્યું, “આ એક્વીઝીશન ઝાયડસને યુએસમાં કેલીફોર્નીયા ખાતેનાં બાયોટેક ઈનોવેશનનાં ગ્લોબલ હબમાં બહુ જ નોંધપાત્ર અને વ્યૂહાત્મક જગ્યા આપશે. જે ઈનોવેશન કેન્દ્રીત એન્ટીટીઝ, દર્દી કેન્દ્રિત સોલ્યુશન્સ અને નવી પ્રોડક્ટ્સને વધુ આધુનિક દ્રષ્ટિકોણ સાથે અગત્યતા આપવામાં અમારી ક્ષમતાઓને વધુ મજબૂત કરશે. આ પગલું અમારા લાંબા ગાળાના બાયોલોજીક્સ વિઝન અને પોઝીશનને ગ્લોબલ બાયોફાર્માસ્યુટીકલ્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઉભી થઈ રહેલી નવી જરૂરિયાતોને પહોંચી વળવામાં વધુ સુદૃઢતા બક્ષશે.
સીડીએમઓ વૈશ્વિક માર્કેટ નોંધપાત્ર રીતે થેરાપીની જટિલતાનાં સંદર્ભમાં વધી રહ્યું છે, જેમાં ક્લીનીકલ પાઈપલાઈન્સમાં બાયોલોજીક્સનો ઉદય બહુ મહત્વનો છે. market.us અંતર્ગત ૨૦૩૪ સુધીમાં ગ્લોબલ બાયોલોજીક્સ સીડીએમઓ માર્કેટ સાઈઝ ૮૪.૯ બીલીયન ડોલર પહોંચવાનો અંદાજ છે, જે ૨૦૨૫ થી ૨૦૩૪ વચ્ચે ૧૫.૭ ટકાનો વધારો સૂચવે છે. આ સંદર્ભમાં એક વિસ્તૃત અને વ્યાપક વિઝન સાથે બાયોફાર્માસ્યુટીકલ ક્ષેત્રે લાંબા ગાળાનાં આયોજન અને તકો સાથે ઝાયડસની તેમાં એન્ટ્રી મહત્વની બની રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
