Stocks to Watch:TataMotors, HeroMotoCorp, LGEle, ApolloTyres, SonataSoftware, NSDL, PGEle, AkumsDrugs, BharatDynamics, Orkla, JubilantFood, VishalMegaMart, MuthootFina, DollarInd, DilipBuildcon, TegaInd, KRBL, Sagility, TataComm, SAIL, AurobindoPharma, SamvardhanaMotherson, FiveStar

અમદાવાદ, 14 નવેમ્બરઃ નિફ્ટીએ ગુરુવારે સંગીન સુધારો ધોવાઇ જવા સાથે 0.01 ટકાના સુધારા સાથે 25879 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. નિફ્ટી 25935 પોઇન્ટની રેઝિસ્ટન્સ અને 25700 પોઇન્ટની સપોર્ટની વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર 20 દિવસીય સિમ્પલ મૂવિંગ એવરેજ મિડિયમ ટર્મ ટ્રેન્ડ સાધારણ સુધારાનો હોવાનો સંકેત આપે છે.

નિફ્ટીમાં ચાર્ટ પેટર્ન અનિર્ણાયક જોવા મળી અને 13 નવેમ્બરના રોજ ફ્લેટ બંધ થયો હતો. સંભવતઃ 14 નવેમ્બરના રોજ બિહાર ચૂંટણીના પરિણામો પહેલા સાવચેતીના કારણે માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી અથડાયેલા જોવા મળ્યા હતા. જો નિફ્ટી આગામી સત્રોમાં 25,800 (ગુરુવારની બોટમ) થી ઉપર રહેવામાં સફળ થાય, તો 26,000-26,100 લેવલ્સ જોવા મળી શકે તેવી નિષ્ણાતોની ધારણા છે. જો કે, આ લેવલથી નીચે, 25,700-25,500 તાત્કાલિક મુખ્ય સપોર્ટ ઝોન રહે છે. સાથે સાથે બિહારના ચૂંટણી પરીણામો ઉપર પણ નજર રાખવા જેવી છે.

દરમિયાન, બેંક નિફ્ટીને 58,600 (રેકોર્ડ ઉચ્ચ) થી આગળ વધવા માટે 58,100–58,000 ને બચાવવાની જરૂર છે; નિષ્ણાતોના મતે, આની નીચે, 57,800નું લેવલ જોવા મળી શકે છે, ત્યારબાદ 57,600 (20 DEMA) મુખ્ય સપોર્ટ તરીકે આવે છે.

નિષ્ણાતોના મતે, ત્યાં સુધી, કોન્સોલિડેશન અને રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ જોવા મળી શકે છે, જેમાં નિફ્ટી 25800- 25700ની રેન્જમાં સપોર્ટ ધરાવે છે.

13 નવેમ્બરના રોજ, નિફ્ટી 25879 પર પહોંચ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી 107 પોઈન્ટ વધીને 58382 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. માર્કેટ બ્રેડ્થ મંદી તરફેણમાં હતી કારણ કે NSE પર 1188 શેરમાં ખરીદીનો રસ જોવા મળ્યો હતો તેની સરખામણીમાં લગભગ 1648 શેર ઘટ્યા હતા.

Stocks in F&O ban:SAIL

India VIXઃ 10-દિવસના EMA થી નીચે ગયો અને 13 ઝોનથી ઘણો નીચે રહ્યો, જોકે ગુરુવારે તે 0.43 ટકા વધીને 12.16 પર પહોંચ્યો. જેમાં તેજીવાળાઓને રાહત આપવાનું ચાલુ રાખે છે.