અમદાવાદ, 27 ઓગસ્ટ: ફાઇબર ગ્લાસ રિઇનફોર્સ્ડ પોલિમર પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલી અગ્રણી કંપની અમદાવાદ સ્થિત એરોન કમ્પોઝિટ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 56.10 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટના રોજ સબસ્ક્રીપ્શન માટે ખૂલશે અને 30 ઓગસ્ટે બંધ થશે. પબ્લિક ઇશ્યૂની આવકમાંથી રૂ. 39 કરોડની રકમનો ઉપયોગ ગુજરાતના મહેસાણામાં મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે.

રૂ. 56.10 કરોડના આઈપીઓમાં રૂ. 10ની ફેસ વેલ્યુના 44.88 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 121-125ની પ્રાઇસ બેન્ડ ફિક્સ કર્યો છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ લોટ સાઈઝ 1,000 શેર છે જે શેર દીઠ રૂ. 125ના અપર પ્રાઇઝ બેન્ડ પર રૂ. 1,25,000ના લઘુત્તમ રોકાણ જેટલું થાય છે.

IPO Highlights
IPO Opens on August 28
IPO Closes on August 30
Issue Price Rs. 121-125
Issue Size44.88 lakh shares
Rs. 56.10 crore
Lot Size1000 Shares
Listing on NSE Emerge

વર્ષ 2011માં સ્થાપાયેલી એરોન કમ્પોઝિટ ISO 9001:2015 દ્વારા પ્રમાણિત કંપનીનું ઉત્પાદન એકમ અમદાવાદના ચાંગોદર ખાતે સાકેત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલું છે. કંપની 30થી વધુ દેશોમાં નિકાસ કરે છે.

 નાણાંકીય વર્ષ 2023-24 માટે (ફેબ્રુઆરી, 2024 સુધી), કંપનીએ રૂ. 9.42 કરોડનો ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 5.26 ટકા), એબિટા રૂ. 14.27 કરોડ (એબિટા માર્જિન 7.97 ટકા) અને કામગીરીમાંથી રૂ. 179.14 કરોડની આવક નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2022-23ના સંપૂર્ણ વર્ષ માટે, કંપનીએ રૂ. 6.61 કરોડનો ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 3.69 ટકા), એબિટા રૂ. 9.82 કરોડ (એબિટા માર્જિન 5.48 ટકા) અને કામગીરીમાંથી રૂ. 179.38 કરોડની આવક નોંધાવી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)