અમદાવાદ, 27 જાન્યુઆરી: અદાણી ટોટલ ગેસ (ATGL)એ 31 ડિસેમ્બર 2025 ના પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિક સમય દરમિયાનના તેના કામકાજ, માળખાગત અને નાણાકીય પ્રદર્શનની જાહેરાત કરી. અદાણી ટોટાલ ગેસની ઈ-મોબિલિટી ટીમે 51 મેગાવોટ ક્ષમતા સાથે સ્થાપેલા ચાર્જ પોઈન્ટ્સને નોંધપાત્ર સંખ્યાએ પહોંચાડી છે અને 51 મેગાવોટની ક્ષમતા સાથે હવે 5000ના આંકને આંબવાની નજીક છે. ગુજરાતની બહાર પરિવહન થતા કુદરતી ગેસ પરના કરમાં અસરકારક ઘટાડો અને નવા અને સરળ ઝોનલ ટ્રાન્સમિશન ટેરિફ સહિત સહાયક નિયમનકારી ફેરફારો CGDs એન્ટિટીઓને ખર્ચ માળખાને મજબૂત બનાવવામાં અને વધુ સસ્તા ભાવનુ વાતાવરણ નિર્માણ કરવામાં મદદ કરશે.

કંપનીએ ESG રેટિંગમાં બેવડા અપગ્રેડ હાંસલ કર્યા છે, જેમાં અમારો S&P ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ સ્કોર 72 થયો છે, પરિણામે ATGL ગેસ ઉપયોગિતામાં વિશ્વ કક્ષાએ નવમા ક્રમે રહેવા સાથે કંપનીનું CDP રેટિંગ ‘A’ પર સુધર્યું છે. જે જવાબદાર ઊર્જા સંક્રમણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને ફરી પ્રસ્થાપિત કરે છે.

નાણાકીય ક્ષેત્રે કામકાજમાંથી આવક આવક ગત 2025ના નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રુ.1397 કરોડની તુલનાએ ચાલુ 26ના નાણાકીય વર્ષના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે 17%વધી રુ.1397કરોડ થઇ છે. જ્યારે અનુક્રમે નવ માસિકમાં સરખા સમય ગાળામાં રુ.3950કરોડની તુલનાએ વાર્ષિક ધોરણે 19% વધીને રુ.4692 કરોડ થઇ છે. કુલ નફો ગત 2025ના નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રુ.406 કરોડની તુલનાએ ચાલુ 26ના નાણાકીય વર્ષના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે 15% વધી રુ.467 કરોડ થયો છે. જ્યારે નાણા વર્ષ-૨૫ના નવ માસમાં વાર્ષિક ધોરણે રુ.1284 કરોડની સરખામણીમાં નફો ચાલુ 2026ના નાણા વર્ષના સરખા ગાળામાં 6%ના તફાવત સાથે રુ.1358 કરોડ થયો છે.

નાણા વર્ષ-26ના ત્રીજા ત્રિમાસિકમાં અનેક ભૌગોલિક ક્ષેત્રોમાં CNG નેટવર્કના વિસ્તરણને કારણે વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 17%નો વધારો થયો છે. જ્યારે  10.5લાખથી વધુ ઘરોને હવે પાઇપ્ડ નેચરલ ગેસથી સાંકળી લેવાયા છે.નવા PNG જોડાણના ઉમેરા સાથે તેનાવોલ્યુમમાં વાર્ષિક ધોરણે 3%નો વધારો થયો છે અને કુલ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 12% નો વધારો થયો છે.

ઊંચા વોલ્યુમને કારણે કામગીરીમાંથી આવક 17% વધી છે.CNG ક્ષેત્રમાં APM ગેસની ઓછી ફાળવણી NWG સાથે અને શિયાળાને કારણે HH લિંક્ડ R-LNG ભાવમાં વધારો થવાથીકુદરતી ગેસનો ખર્ચ 18% વધ્યો છે.ત્રમાસિક દરમિયાનCNG ક્ષેત્ર માટે APM ફાળવણી ગત ત્રિમાસિકના 42% થી નજીવી ઘટીને 41% થઈ હતી, એબિડ્ટાવાર્ષિક ધોરણે 15% વધીને રુ.313 કરોડ થયો છે. કર અગાઉનો અને કર બાદનો નફો વાર્ષિક ધોરણે 10% વધીને અનુક્રમે રુ.212 કરોડ અને રુ.157 કરોડ થયો છે..

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)