અમદાવાદ, ૨૪ જુલાઇ ૨૦૨૫ અદાણી યુનિવર્સિટીએ ગત તા..૨૧ જુલાઇના સોમવારે તેના શૈક્ષણિક ઇન્ડક્શન પ્રોગ્રામ, નવદિક્ષા 2025 ખુલ્લો મૂક્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય સંકલિત બી.ટેક+ એમબીએએમ ટેક પ્રોગ્રામ્સમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ નવા સમૂહને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં ચાવીરુપ સંબોધનમાં પ્રોગ્રામ્સના મુખ્ય પાસાઓ અને વ્યૂહાત્મક દ્રષ્ટિ ઉપર પ્રકાશ પાડી, આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા ટકાઉપણું અને રાષ્ટ્ર-નિર્માણની દીશામાં આકાર પામી રહેલા નવા ઔદ્યોગિક યુગ માટે ભારતના યુવાનોને સજ્જ કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી.

સરકારની રાષ્ટ્રિય શિક્ષણ નીતિ 2020ને અનુસરી રચાયેલ સંકલિત અભ્યાસ કાર્યક્રમો ગહન વૈજ્ઞાનિક કુશળતા, બહુવિધ શિસ્તસભર શિક્ષણ અને તકનીકી, ઉર્જા તથા માળખાગત સુવિધાઓમાં વાસ્તવિક-વિશ્વ કાર્યક્રમોમાં નેતૃત્વ કરવાની અદાણી યુનિવર્સિટીની નીતિને પ્રતિબિંબિત કરે છે. દિનભરના ઉદ્ઘાટકીય કાર્યક્રમ થકી પ્રખ્યાત મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. રામ ચરણ અને અદાણી ગ્રુપના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસરશ્રી સુદિપ્ ભટ્ટાચાર્ય સહિતના વૈશ્વિક વિચારશીલ નેતાઓ એક સાથે એકત્ર થયા હતા. જે દેશના વિકાસલક્ષી મિશનમાં સંસ્થાના વૈશ્વિક દૃષ્ટિકોણ અને મૂળિયાને મજબુત બનાવવાનો હેતુ દર્શાવે છે.

અદાણી યુનિવર્સિટીની વિજ્ઞાન ફેકલ્ટીના વડા પ્રોફેસર સુનિલ ઝાએ આ સમારોહને ખુલ્લો મૂકતા “ફિઝીકલ એઆઈ” ના યુગમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના વધતા મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. બેઇજિંગની એનબીડીએસના સીઈઓ જેન્સેન વોંગની વૈશ્વિક સલાહને ટાંકીને, પ્રો.ઝાએ જે રીતે એઆઈ રોબોટિક્સ અને ઓટોમેશન સાથે સંકલન કરી, શારીરિક કાયદાઓ ગ્રહણ કરી સફળતાને વ્યાખ્યાયિત કરશે. તે રીતે વિદ્યાર્થીઓને કોડિંગથી આગળ જોવા અને વાસ્તવિક દુનિયાના મિકેનિક્સને સમજવા  વિનંતી કરી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)