અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની ત્રિમાસિક અને પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં મજબૂત કામગીરી
અમદાવાદ, 1 નવેમ્બર: અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ અને સ્માર્ટ મીટરિંગ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (“AESL”) એ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના તેના નાણાકીય અને કામકાજના પ્રદર્શનની આજે જાહેરાત કરી છે.
નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં 42% ની બાકી સમાયોજિત કર બાદના નફામાં વૃદ્ધિ અને સમાન ગાળામાં કરવેરા પહેલાં નફામાં 34% ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે આ સમય દરમિયાન EBITDA રૂ. ૪૧૪૪ કરોડ રહ્યો છે, જે વાર્ષિક ધોરણે 13% વધુ છે. ચાલુ નાણા વર્ષના બીજા ત્રિમાસિક સમયમાં વાર્ષિક ધોરણે સમાયોજિત કર બાદનો નફો કર અગાઉના નફાના સ્તરે 25% વિસ્તરવા સાથે 21% વધુ રહ્યો છે. આ ગાળામાં એબિડ્ટા રુ. 2,126 અને રોકડ નફો રુ.1,167 કરોડ ડબલ અંકના દરે વધતા કંપનીની વિકાસ યાત્રાને મજબૂતી મળી છે જે બજારના માર્ગદર્શન સાથે સુસંગત ઉપરાંત ઉત્તમ જમીની અમલવારી અને પ્રભાવશાળી સેગમેન્ટલ મૂડીખર્ચ પ્રદર્શન દ્વારા સંચાલિત છે. ઉદ્યોગ અગ્રણી દૈનિક રન-રેટ પર કંપનીએ સંચિત રીતે 73.7 લાખ સ્માર્ટ મીટર સ્થાપિત કર્યા છે.
અદાણી એનર્જીના સીઈઓ કંદર્પ પટેલે જણાવ્યું હતું કે અમને વધુ એક મજબૂત ત્રિમાસિક ગાળામાં અસરકારક જમીની અમલવારી અને કેન્દ્રિત કામકાજ અને જાળવણીના પ્રકલ્પના મૂડીખર્ચની વૃદ્ધિ પર કંપનીની સતત પ્રગતિને સક્ષમ બનાવવા સાથે વ્યવસાયિક ક્ષેત્રોમાં અમારા લોક-ઇન પ્રકલ્પોને પૂર્ણ કરવા તરફ અમોને એક પગલું નજીક લઈ જઈ રહ્યું છે.
નાણાકીય દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક ગાળામાં સ્થિર કામકાજ અને ઉચ્ચ મૂડીખર્ચના કારણે SCA આવક 16%ની વૃદ્ધિ સાથે રુ.13,793 કરોડ જ્યારે બીજા ત્રિમાસિકમાં 6% વાર્ષિક વૃદ્ધિ સાથે કુલ આવક રૂ. 6,767 કરોડ થઈ છે..
ટ્રાન્સમિશન અને વિતરણના ક્ષેત્રે સ્થિર કામગીરી અને સ્માર્ટ મીટરિંગ વ્યવસાયના ક્ષેત્રમાં વધી રહેલા યોગદાનને કારણે પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન એબિડટા 13% વૃદ્ધિ સાથે રૂ. 4,144 કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો અને વાર્ષિક ધોરણે રૂ. 2,126 કરોડ થયો છે. જે 12% વાર્ષિક વૃદ્ધિ ટ્રાન્સમિશન અને વિતરણ સેગમેન્ટમાં સ્થિર કામગીરી અને સ્માર્ટ મીટરિંગ વ્યવસાયના વધતા યોગદાનને આભારી છે.
ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક સમયમાં વાર્ષિક ધોરણે એકીકૃત કર અગાઉનો નફો 34% વૃદ્ધિ સાથે રૂ. 1,404 કરોડ અને બીજા ત્રિમાસિકમાં 25% વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 26 ના બીજા ત્રિમાસિકમાં સમાયોજિત કર બાદનો નફો 42%ની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 1,096 કરોડ થયો, જે EBITDA વૃદ્ધિ અને ફ્લેટ અવમૂલ્યન અને વ્યાજમાં સીમાંત વધારાને કારણે થયો હતો.
બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે સમાયોજિત કર બાદનો નફો 21% વધી રૂ. 557 કરોડ થયો હતો. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં કર બાદના નફા (PAT) પર રૂ. 314 કરોડના વિલંબિત કરવેરાની એક વખતની સકારાત્મક અસર પડી હતી જે સમાન વૃદ્ધિને પ્રતિબિંબિત કરવા માટે સમાયોજિત કરવામાં આવી છે.
નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધવાર્ષિક સમયમાં રોકડ નફો 14% વધી રૂ. 2,212 કરોડ અને સરખા નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં રૂ. 1,167 કરોડ થયો છે.. મૂડીખર્ચ અમલીકરણ કામગીરી અંતર્ગત ઉક્ત સમાન ગાળામાં મૂડીખર્ચ 1.36 ગણો વધીને રૂ. 5,976 કરોડ થયો છે, જે ગત નાણાકીય વર્ષના આ સમયમાં રૂ.4,400 કરોડ હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
