ઓલકેમ લાઇફસાયન્સિસે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 17 માર્ચઃ એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) ઇન્ટરમીડિયેટ્સ અને સ્પેશિયલ્ટી કેમિકલ્સની ભારતીય ઉત્પાદક ઓલકેમ લાઇફસાયન્સિસ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 190 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 7,155,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં કાંતિલાલ રમણલાલ પટેલ દ્વારા પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 3,577,500 સુધીના અને મનીષા બિપિન પટેલ દ્વારા પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 3,577,500 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ).

ઓલકેમ લાઇફસાયન્સ લિમિટેડ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી અથવા પૂર્વ-ચૂકવણી તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને કંપનીની વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ચોખ્ખી આવકમાંથી રૂ. 130 કરોડની અંદાજિત રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
2017માં સ્થાપિત ઓલકેમ લાઇફસાયન્સ લિમિટેડ એ એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) ઇન્ટરમીડિયેટ અને સ્પેશિયાલિટી કેમિકલ્સની ભારતીય ઉત્પાદક છે. કેરના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2024 સુધીમાં કંપનીનું રિએક્શન વોલ્યુમ 1,134 કેએલ અને હાઇડ્રોજનેશન ક્ષમતા 60 કેએલ છે, જે તેને ભારતમાં સૌથી મોટી કંપનીઓમાંની એક કંપની બનાવે છે.
31 ડિસેમ્બર, 2024 સુધીમાં કંપની ભારતના 13 રાજ્યો અને વિદેશમાં 22 દેશોમાં ગ્રાહકોને સેવા આપે છે. નાણાંકીય વર્ષ 2024 સુધીમાં, તેમના ભારતમાં 148 ગ્રાહકો અને વિદેશમાં 66 ગ્રાહકો છે. કંપનીનું ઉત્પાદન એકમ ગુજરાતના વડોદરાના મંજુસરમાં છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ, ઉત્પાદન એકમની કુલ ઇક્વિપમેન્ટ કેપેસિટી 1,133.50 કેએલ હતી. કંપનીએ નાણાંકીય કામગીરીમાં સતત વૃદ્ધિ દર્શાવી છે. નાણાંકીય વર્ષ 2022 અને નાણાંકીય વર્ષ 2024 વચ્ચે કામગીરીમાંથી આવક 12.75 ટકાના સીએજીઆર પર વધી છે. 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા 6 મહિનાના સમયગાળા દરમિયાન અને નાણાંકીય વર્ષ 2024, નાણાંકીય વર્ષ 2023 અને નાણાંકીય વર્ષ 2022 દરમિયાન કામગીરીમાંથી આવક રૂ. 784.48 મિલિયન, રૂ. 1,374.21 મિલિયન, રૂ. 1,057.19 મિલિયન અને રૂ. 1,081.01 મિલિયન હતી. આ ઉપરાંત, 31 માર્ચ, 2022 થી 31 માર્ચ, 2024 સુધીમાં કરવેરા પછીનો નફો (ચોખ્ખો નફો) 28.65 ટકાના સીએજીઆર પર વધ્યો છે. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા 6 મહિનાના સમયગાળા માટે અને નાણાંકીય વર્ષ 2024, નાણાંકીય વર્ષ 2023 અને નાણાંકીય વર્ષ 2022 માટે કરવેરા પછીનો નફો અનુક્રમે રૂ. 108.91, રૂ. 234.09 મિલિયન, રૂ. 179.89 મિલિયન અને રૂ. 141.39 મિલિયન હતો.
એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ આ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
