મહેસાણા, ગુજરાત, 2 એપ્રિલ: રોડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં ગ્લોબલ લીડર Ammann એ ટ્રક પેવર્સના ઉત્પાદન માટે સમર્પિત તેના નવા અત્યાધુનિક ઉત્પાદન એકમના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ પોતાની વિશ્વકક્ષાની કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઓફરિંગ્સને વધારવા માટે Ammann ઈન્ડિયાની પ્રતિબદ્ધતામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન છે.

ગયા વર્ષે એબીજી પેવર્સ હસ્તગત કર્યા પછી Ammann એ અત્યાધુનિક એકમમાં રોકાણ કર્યું છે જે કોમ્પેક્ટર્સ અને બિટ્યૂમેન સ્પ્રેયર્સ ઉપરાંત 7.5 મીટરથી 10 મીટર સુધીની પહોળાઈ ધરાવતા વ્હીલ પેવર્સ અને એબીજી ટ્રેકના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે. જર્મન એન્જિનિયરિંગ ટેક્નોલોજીના સંકલનથી કંપનીની ભારતીય તથા વૈશ્વિક બજારોમાં હાજરી મજબૂત બનશે જે ઉચ્ચ-પ્રદર્શન, ઇંધણ-કાર્યક્ષમ અને ટેક્નોલોજની દ્રષ્ટિએ આધુનિક રોડ કન્સ્ટ્રક્શન સોલ્યુશન્સ પૂરા પાડવાની તેની પ્રતિષ્ઠાનો પુનરોચ્ચાર કરશે.

Ammann ગ્રુપના સીઈઓ હાન્સ-ક્રિશ્ન શ્નેઇડરે આ પ્રસંગે જણાવ્યું હતું કે “ભારત Ammann માટે એક મુખ્ય બજાર તરીકે ઉભરી આવ્યું છે અને આ વિસ્તરણ પ્રદેશ પ્રત્યેની અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. તેની વધતી જતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો અને અદ્યતન રોડ કન્સ્ટ્રક્શન સોલ્યુશન્સની માંગ સાથે ભારત અમારી વૈશ્વિક વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જર્મની અને હવે ભારતમાં સમાન ઉત્પાદન એકમ સાથે, અમે ટેક્નોલોજીકલ નવીનતા, સર્જનાત્મક સમસ્યા-નિરાકરણ અને ટકાઉ પ્રથાઓ પ્રત્યે અમારા સમર્પણનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખીએ છીએ.”

Ammann ઈન્ડિયાના એમડી ધીરજ પાંડાએ ઉમેર્યું હતું કે, “Ammann ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે વૈશ્વિક કુશળતા લાવવામાં મોખરે રહી છે. આ વિસ્તરણનો ઉદ્દેશ ન કેવળ બજારમાં અમારી હાજરીને મજબૂત બનાવવાનો છે, પરંતુ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને અનુરૂપ ઉચ્ચ-ગુણવત્તાવાળા, કાર્યક્ષમ અને ટકાઉ સોલ્યુશન્સ પૂરા પાડવાના અમારા વચનને પણ મજબૂત બનાવે છે. આ નવા એકમ સાથે કંપની સ્વદેશી ઉત્પાદનની તેની સફર ચાલુ રાખે છે અને સુનિશ્ચિત કરે છે કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોની વધતી માંગને પહોંચી વળવા માટે ભારતમાં વિશ્વ-સ્તરીય પ્રોડક્ટ્સ વિકસાવવામાં આવે.”

આ વ્યૂહાત્મક વિસ્તરણ Ammann ઈન્ડિયાના ભારતના હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ લાવવા અને તેને એશિયા-પેસિફિક, મધ્ય પૂર્વ, આફ્રિકા અને કેટલાક યુરોપિયન દેશોમાં વૈશ્વિક બજારોમાં લઈ જવા માટે સ્વદેશી મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સના વિઝન સાથે સુસંગત છે, જે રોડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઉદ્યોગમાં અગ્રણી તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)