અમદાવાદ,25 જુલાઈ: એક્સિસ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તથા ભારતમાં કોર્પોરેટ અને વિશ્વાસપાત્ર સેવાઓ ક્ષેત્રે અગ્રણી નામ ધરાવતી એક્સિસ ટ્રસ્ટી સર્વિસીસ લિમિટેડ (ATSL)એ એવીએ (એક્સિસ ટ્રસ્ટી વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે ભારતીય ટ્રસ્ટી સેવા ક્ષેત્રે એઆઈ સંચાલિત પ્રથમ ચેટબોટ છે. એવીએના લોન્ચિંગ સાથે એક્સિસ ટ્રસ્ટીએ તેની ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની સફરમાં મહત્વની આગેકૂચ કરી છે, અને ફિનટેક આધારિત ટ્રસ્ટી સોલ્યુશન્સમાં મોખરે રહીને પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.

AVA મહત્વના ટચ-પોઇન્ટ્સ પર રિયલ-ટાઇમ, ઇન્ટેલિજન્ટ અને સીમલેસ ક્લાયન્ટ સપોર્ટ પૂરો પાડવા માટે વિકસાવવામાં આવી છે. એક્સિસ ટ્રસ્ટીનો ઉદ્દેશ તેના સર્વિસ ડિલિવરી મોડલમાં એઆઇને સંકલિત કરીને તાત્કાલિક  સહાય, બહેતર પારદર્શિતા અને વધુ સઘન કાર્યક્ષમતા દ્વારા ક્લાયન્ટના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરવાનો છે. આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ગ્રાહકો સાથેના સંવાદના ત્રણ મુખ્ય આધારસ્તંભોને સંબોધવા માટે બનાવવામાં આવ્યું છે:

છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક્સિસ ટ્રસ્ટીએ ચોક્કસ પહેલો દ્વારા ભારતમાં ટ્રસ્ટી સેવાઓને સતત પુનઃવ્યાખ્યાયિત કરી છે. ઓટોમેશન, ડિજિટલ દસ્તાવેજીકરણ અને હવે એઆઇ-સંચાલિત ગ્રાહક સેવા સપોર્ટમાં રોકાણ સાથે, એક્સિસ ટ્રસ્ટી પોતાને આગામી પેઢીના ટ્રસ્ટી તરીકે સ્થાપિત કરી રહી છે,જે  ચપળ, પ્રતિભાવશીલ અને ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા સજ્જ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)