અમદાવાદ,4 ઓગસ્ટ: બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયાએ નવી ફંડ ઓફ ફંડ સ્કીમ બરોડા બીએનપી પારિબા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ (એફઓએફ) લોન્ચ કરી છે જે સોના સંબંધિત એસેટ્સમાં રોકાણ કરવા માંગતા લાંબા ગાળાના રોકાણકારોને સરળ, કિફાયતી અને વ્યવહારૂ રોકાણ વિકલ્પ પૂરો પાડે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 4 ઓગસ્ટ, 2025ના રોજ ખૂલશે અને 14 ઓગસ્ટ, 2025ના રોજ બંધ થશે.

ફંડ ઊંચી તરલતા ધરાવે છે અને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ માટેની સંભાવનાની સાથે સોનામાં સ્માર્ટ તથા ઓછી અસ્થિરતાવાળું એક્સપોઝર ઇચ્છતા રોકાણકારો માટે બનાવવામાં આવ્યું છે. જો યુનિટ્સ એલોટમેન્ટની તારીખના 15 દિવસમાં જ સ્વીચઆઉટ કરવામાં આવે કે રીડિમ કરવામાં આવે તો 1 ટકાનો એક્ઝિટ લોડ લાગુ પડશે. 15 દિવસ પછી રિડમ્પશન કે સ્વીચઆઉટ પર કોઈ એક્ઝિટ લોડ લાગુ પડશે નહીં જે તેને સોનામાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે ફ્લેક્સિબલ અને સુગમ રોકાણ વિકલ્પ બનાવે છે.

સોનાને ફરી એક વાર સુલભ બનાવવાનો ઉદ્દેશ્ય

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ-ફિક્સ્ડ ઇન્કમ પ્રશાંત પિમ્પલેએ જણાવ્યું હતું કે ભારતીય ઘરો વિશ્વમાં સૌથી વધુ સોનું ધરાવતા પરિવારોમાં સ્થાન ધરાવે છે. ભારતના આ વર્ગ  પાસે લગભગ 25,000 ટનનું સોનું હોવાની સંભાવના છે જે વિશ્વની ટોચની 10 રિજર્વ બેંકોના સંયુક્ત હોલ્ડિંગ કરતા પણ વધુ છે.* જોકે સોનાની કિંમતોમાં આવેલા અભૂતપૂર્વ ઉછાળાથી ભારતના મોટી સંખ્યામાં લોકો માટે સોનામાં રોકાણ કરવું મુશ્કેલ બન્યું છે. નીચી કિંમતે હોલ્ડિંગ, વ્યવહારોની સરળતા અને રોકાણની લઘુતમ ઓછી રકમ સાથે અમે બરોડા બીએનપી પારિબ ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ દ્વારા રિટેલ રોકાણકારો માટે સોનાને ફરી એક વખત સુલભ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

બરોડા બીએનપી પારિબા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ રોકાણકારોને ફિઝિકલી સ્ટોરેજ કર્યા વિના સુવિધાજનક અને સુરક્ષિત રીતે કિંમતી ધાતુની એક્સેસ કરવાની સુવિધા આપે છે. ફક્ત રૂ. 1,000થી શરૂ થતા લમ્પસમ રોકાણો (અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં) અને ફક્ત રૂ. 500થી શરૂ થતા માસિક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) સાથે, આ સ્કીમનો ઉદ્દેશ્ય સોનાના રોકાણને દરેક ભારતીયની પહોંચમાં લાવવાનો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)