અદાણી વિરુદ્ધ અમેરિકામાં લાંચનો કેસ: ભારતમાં અધિકારીઓને બે હજાર કરોડ આપ્યાનો આરોપ
ન્યૂયોર્ક, 21 નવેમ્બરઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડૉલર(આશરે 20.75 અબજ રૂપિયા)ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકાના પ્રોસિક્યુટર્સ(સરકારી વકીલ)નો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના અન્ય સિનિયર અધિકારીઓએ રિન્યુઅલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલાવામાં ભારતીય અધિકારીઓને પૈસા આપવાનો વાયદો કર્યો હતો. આ કોન્ટ્રાક્ટથી કંપનીને 20 વર્ષમાં 2000(બે હજાર)અબજ ડૉલરથી વધુનો નફો થવાની આશા હતી.
600 મિલિયન ડૉલરનો બૉન્ડ ઇશ્યૂ રદ કરાયો
ગૌતમ અદાણી પર અમેરિકાના સિક્યુરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશન (SEC) દ્વારા છેતરપિંડી અને લાંચના આરોપો મૂકાયા બાદ અદાણી ગ્રૂપે 600 મિલિયન ડૉલર (અંદાજે રૂ. 5066 કરોડ)નો બૉન્ડ રદ કરવા નિર્ણય લીધો છે. અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા આરોપો મૂકાતાં અદાણી ગ્રૂપે બૉન્ડની કિંમત નક્કી કર્યા બાદ થોડા જ કલાકોમાં તેને રદ કરવાની જાહેરાત કરી છે.
અદાણી જૂથ દ્વારા કરાયેલો ખૂલાસો……
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા અને નકારવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જ જણાવવામાં આવ્યું છે તેમ, “આરોપમાં આરોપો આરોપો છે અને જ્યાં સુધી અને જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી પ્રતિવાદીઓ નિર્દોષ હોવાનું માનવામાં આવે છે.” તમામ સંભવિત કાયદાકીય સહારો લેવામાં આવશે. અદાણી ગ્રૂપે તેની કામગીરીના તમામ અધિકારક્ષેત્રોમાં શાસન, પારદર્શિતા અને નિયમનકારી અનુપાલનનાં સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખવા માટે હંમેશા સમર્થન આપ્યું છે અને નિશ્ચિતપણે પ્રતિબદ્ધ છે. અમે અમારા હિતધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ, તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીએ છીએ. – પ્રવક્તા – અદાણી ગ્રુપ
અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ રૂ. 2.2 લાખ કરોડ ઘટ્યું
અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓને 21 નવેમ્બરના રોજ માર્કેટ કેપિટલાઇઝેશનમાં સામૂહિક રીતે રૂ. 2.2 લાખ કરોડનું નુકસાન થયું હતું. અદાણી પોર્ટ્સ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ગ્રીન એનર્જી અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટોટલ ગેસ અને અંબુજા સિમેન્ટ્સના શેર 20% સુધી ઘટ્યા હતા, જ્યારે અદાણી પાવર અને ACC 14% અને 12% ઘટ્યા હતા. અદાણી વિલ્મર અને એનડીટીવી પણ 10% ઘટ્યા હતા. તેના તાજેતરના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી, અદાણી જૂથનું માર્કેટ કેપ લગભગ રૂ. 7.5 લાખ કરોડ ઘટ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)