અમદાવાદ,17 ઓક્ટોબર: કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ Dlorfast-M ટેબ્લેટ્સ લોન્ચ કરી છે. તે એક નવીનતમ, ડ્યુઅલ-એક્શન ફોર્મ્યુલેશન છે, જે ડેસ્લોરાટાડીન (5 મિલિગ્રામ) અને મોન્ટેલુકાસ્ટ (10 મિલિગ્રામ) ધરાવતી નવી ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન થેરાપી છે. આ પ્રોડક્ટ, એલર્જિક રાઇનાઇટિસ અને અર્ટિકૅરીયામાં રાહત આપવા માટે બનાવવામાં આવી છે અને ભારતમાં એલર્જીક વિકારોના વધતા ભારણને દૂર કરવામાં લાભ આપતી એક મહત્વપૂર્ણ પ્રગતિ છે.

એલર્જીક રાઇનાઇટિસ (નાસિકા પ્રદાહ) અને અર્ટિકૅરીયા એ ક્રોનિક સ્થિતિઓ છે, જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. તેના કારણે વારંવાર છીંક આવવી, નાક ભરાઈ જવું, ખંજવાળ આવવી, શિળસ આવવી અને સોજા જેવી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિઓ ઊંઘની ગુણવત્તાને બગાડી શકે છે અને સમગ્ર સ્વાસ્થ્ય પર વિપરીત અસર ઉપજાવી શકે છે.

આ પડકારને ધ્યાનમાં રાખીને કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ ડ્યુઅલ-એક્શન થેરાપી તરીકે કામ કરતી Dlorfast-M ટેબ્લેટ્સ રજૂ કરી છે. કંપનીની આ નવી પ્રોડક્ટ વ્યાપક અને વધુ અસરકારક લક્ષણોમાં રાહત આપવા માટે એલર્જી થવાના બે મુખ્ય કારક, હિસ્ટામાઇન અને લ્યુકોટ્રીનને લક્ષિત કરે છે.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, શ્વસન અને એલર્જી સંભાળમાં મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. Dlorfast-M ટેબ્લેટની રજૂઆત આ ઉપચારાત્મક ક્ષેત્રમાં કંપનીના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે. આની સાથે જ, તે ભારત અને તેની બહારના દર્દીઓ માટે વિશ્વ-સ્તરીય, વ્યાજબી આરોગ્યસંભાળ ઉકેલો પહોંચાડવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)