કોરોના રેમેડીઝે વિમેન હેલ્થ પર ધ્યાન મજબૂત કર્યું
અમદાવાદ, 29 નવેમ્બર: કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના ભાયલામાં અત્યાધુનિક હોર્મોનલ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લઈને આવી રહી છે. આ ફેસિલિટીનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. કોમર્શિયલ પ્રોડક્શન નાણાંકીય વર્ષ 2026માં શરૂ થવાની શક્યતા છે જે વિમેન હેલ્થકેર પ્રત્યે કોરોનાની પ્રતિબદ્ધતામાં એક મહત્વનું પગલું છે.
કોરોના રેમેડીઝના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નીરવ મહેતાએ જણાવ્યું હતું કે ઉચ્ચ નિયમનકારી ધોરણોનું પાલન કરવા માટે તૈયાર થયેલી આ ફેસિલિટી નવીનતમ અને કિફાયતી હેલ્થકેર સોલ્યુશન્સ પૂરા પાડવાની કોરોના રેમેડીઝની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં લીડર તરીકે તેની સ્થિતિ પુનઃમજબૂત કરે છે. કોરોના રેમેડીઝનો ફિમેલ હોર્મોન કેટેગરીમાં બજાર હિસ્સો 4 ટકા જેટલો છે. કંપની પ્રોજેસ્ટેરોન, ડાયડ્રોજેસ્ટેરોન અને નોરથિસ્ટેરોન જેવી મુખ્ય પ્રોડક્ટ્સમાં લીડરશિપ સાથે ભારતીય બજારમાં ટોચની 10 કંપનીઓમાં સ્થાન ધરાવે છે. 80થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ કરતા 100થી વધુ વૈજ્ઞાનિકોનો સ્ટાફ ધરાવતા બે ડીએસઆઈઆર-અપ્રૂવ્ડ આરએન્ડડી સેન્ટર્સ કોરોનાના ઇનોવેશનને આગળ ધપાવે છે. આ નવી ફેસિલિટી ડિસ્મેનોરિયા, પોલિસાઇટિક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસ), ઇનફર્ટિલિટી, પીએમએસ અને હોર્મોનલ ડિસઓર્ડર સહિતની જરૂરી ફિમેલ હોર્મોન પ્રોડક્ટ્સની રેન્જનું ઉત્પાદન કરવા પર ધ્યાન આપશે. 20 કરોડ યુનિટ્સની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)