GHCL ફાઉન્ડેશન દ્વારા વૉકેશનલ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટના માધ્યમથી 5,500 યુવાનોનું સશક્તિકરણ કરવામાં આવ્યું
અમદાવાદ, 4 નવેમ્બર: GHCL ફાઉન્ડેશને તેની વૉકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (VTI)ના માધ્યમથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના 5,500થી વધુ યુવાનોનું સશક્તિકરણ કર્યું છે, જેમાં તેમને ઉદ્યોગો માટે સજ્જ બનાવનારા કૌશલ્યો પૂરાં પાડવામાં આવ્યાં હતાં અને રોજગારની તકો પૂરી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય વાત એ છે કે, પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી 65% છોકરીઓ છે, જે મહિલા સશક્તિકરણ અને સમાન તકના પ્રત્યેની ફાઉન્ડેશનની કટિબદ્ધતાને દર્શાવે છે.
વર્ષ 2016માં અમરેલી જિલ્લાના જાફરાબાદમાં તેની પ્રથમ વીટીઆઈના લૉન્ચિંગથી લઈને, જીએચસીએલ ફાઉન્ડેશને સૂત્રાપાડા (ગીર સોમનાથ), પોર્ટ વિક્ટર (અમરેલી), ગડુ (જૂનાગઢ), તાલાલા (ગીર સોમનાથ), મોટા લાયજા (કચ્છ), કાજ (જૂનાગઢ) અને પ્રાચી (ગીર સોમનાથ) સુધી તેની કામગીરીના વિસ્તારને વિસ્તાર્યો છે. આ સંસ્થાઓ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (NSDC) સાથે સહભાગીદારીમાં કામ કરે છે અને ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા મિશનને સક્રિયપણે સમર્થન પૂરું પાડે છે.

જીએચસીએલ ફાઉન્ડેશનની વીટીઆઈમાં તાલીમ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓએ અદાણી ગ્રૂપ, અરવિંદ મિલ્સ, હ્યુન્ડાઈ મોટર્સ ઇન્ડિયા લિમિટેડ, બીકેટી ટાયર્સ અને આયુષ હૉસ્પિટલ્સ સહિતની અગ્રણી સંસ્થાઓમાં પ્લેસમેન્ટ મેળવ્યું છે. તેઓ રૂ. 9,500થી રૂ. 16,500 સુધીનો સરેરાશ માસિક પગાર મેળવે છે, જેમાંથી મોટા ભાગના લાંબા સમય સુધી તેમના પદ પર જળવાઈ રહે છે.
બીપીઓ, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્સ અને નર્સિંગના કૉર્સમાં પ્લેસમેન્ટના સર્વોચ્ચ દરો જોવા મળ્યાં છે, જે માર્કેટની માગ સાથે પ્રોગ્રામના જોડાણ અને ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે કારકિર્દીના સ્થાયી માર્ગો તૈયાર કરવામાં તેની ભૂમિકાને દર્શાવે છે.
જીએચસીએલ ફાઉન્ડેશનની વીટીઆઈની સફળતા વેલસ્પન, જસ્ટ ડાયલ, સ્કાય ટેક્સટાઇલ્સ, અદાણી સોલર, જર્મન કેલિબ્રેશન લૅબ, વરમોરા ટાઇલ્સ, બાલાજી વેફર્સ, હ્યુન્ડાઈ, હર્ષલ એન્જિનિયરિંગ, બીકેટી અને શક્તિમાન સહિતની 350થી વધુ કંપનીઓ અને હૉસ્પિટલો સાથેના મજબૂત સહયોગને આભારી છે. આ સહયોગ એ વાતની ખાતરી કરે છે કે, અભ્યાસક્રમ પ્રાસંગિક રહે, જેથી વિદ્યાર્થીઓને નિયોક્તા દ્વારા સૌથી વધુ માંગવામાં આવતા કૌશલ્યોથી સજ્જ કરી શકાય.
જીએચસીએલ ફાઉન્ડેશને સમગ્ર ગુજરાતમાં તેની વૉકેશનલ ટ્રેનિંગની પહેલને વિસ્તારવાનું ચાલું રાખ્યું છે, જેથી કરીને યુવાનો, ખાસ કરીને યુવતીઓ, ગૌરવપૂર્ણ રોજગાર મેળવી શકે અને પોતાના સમુદાયોમાં સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપી શકે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
