GHCLએ સ્કૉપ 1 અને 2 ઉત્સર્જનને ઘટાડીને 30% કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો
અમદાવાદ, 19 એપ્રિલ: સોડા એશ ઉત્પાદનકર્તા કંપની GHCL લિમિટેડએ વર્ષ 2030 સુધીમાં સ્કૉપ 1 અને 2 કાર્બન ઉત્સર્જનને ઘટાડીને 30% કરવાનું તેનું લક્ષ્યાંક જાહેર કર્યું છે. સ્કૉપ 1 ઉત્સર્જન કંપનીની માલિકીના કે તેના દ્વારા નિયંત્રિત થતાં સ્રોતોમાંથી સીધા ઉત્સર્જિત થતાં ગ્રીનહાઉસ ગેસ (જીએચજી)ને સંદર્ભિત કરે છે, જ્યારે સ્કૉપ 2 ઉત્સર્જન ખરીદવામાં આવેલી વીજળી, વરાળ, ઉષ્મા કે કૂલિંગના ઉત્પાદનમાંથી પરોક્ષ રીતે ઉત્સર્જિત થતાં જીએચજીને સંદર્ભિત કરે છે.
ગ્રીન અને સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ માટેના GHCLના પ્રયાસો આ વર્ષની વર્લ્ડ અર્થ ડેની થીમ, ‘અવર પાવર, અવર પ્લાનેટ’ની સાથે સુસંગત છે, જે પુનઃપ્રાપ્ય ઊર્જાને અપનાવવા પર ભાર મૂકે છે અને તેનો ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય સ્રોતોમાંથી વૈશ્વિક વીજ ઉત્પાદન ત્રણ ગણું કરવાનો છે.
તેના ટેક્સટાઇલ ડિવિઝનમાં GHCLએ વીજળીની બચત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, તેણે વિવિધ હસ્તક્ષેપો દ્વારા 44 લાખ યુનિટ વીજળીની બચત કરી છે. પહેલેથી જ 62.3 મેગાવૉટ પવન અને સૌર ક્ષમતા સ્થાપિત થયેલી હોવાથી તેના સંચાલનના નોંધપાત્ર હિસ્સાનું સંચાલન ક્લીન એનર્જીથી થાય છે.

GHCLના એમડી આર. એસ. જાલાને જણાવ્યું હતું કે, GHCLની વ્યૂહરચનાનો મહત્ત્વપૂર્ણ સ્તંભ એ ગ્રીન એનર્જી પર રૂપાંતરિત થવાની અમારી કટિબદ્ધતા છે. વર્ષ 2030 સુધીમાં કાર્બનના ઉત્સર્જનને ઘટાડીને 30% કરવાનો અમારો લક્ષ્યાંક જવાબદારીપૂર્વક ઉત્પાદન કરવાના, પુનઃપ્રાપ્ય ઊર્જાને અપનાવવાના અને ઇકોલોજિકલ સ્ટૂઅર્ડશિપ પ્રત્યેના અમારા લાંબાગાળાના સમર્પણને દર્શાવે છે. આ ઉપરાંત, અમે અમારા બોઇલરોમાં બાયોફ્યૂઅલ્સના ઉપયોગને વધારવા (જે હાલમાં અમારા ઊર્જા મિશ્રણમાં 5%નું યોગદાન આપે છે) જેવી પહેલ મારફતે વર્ષ 2047 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાની દિશામાં પણ કામ કરી રહ્યાં છીએ.
આ ઉપરાંત કંપનીએ સમુદ્રી જૈવવૈવિધ્યતાને પ્રોત્સાહન આપવા માટે પાંચ લાખથી વધારે મેન્ગ્રૂવનું વાવેતર કરીને ભાવનગરમાં 122થી વધારે હેક્ટરમાં મેન્ગ્રૂવનું વનીકરણ કર્યું છે. કંપનીએ 180 સ્થાનિક પ્રજાતિઓનો ઉપયોગ કરીને મિયાવાકી ફોરેસ્ટ્સની શરૂઆત કરી છે તથા 164 હેક્ટરમાં 35,000થી વધારે રોપાઓ અને એક લાખ વૃક્ષોનું વિતરણ કરીને ગ્રીન ફાર્મિંગને પ્રોત્સાહન આપ્યું છે.
જ્યાં GHCLનો ગ્રીનફીલ્ડ સોડા એશ પ્લાન્ટ સ્થપાવા જઈ રહ્યો છે, તે કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં કંપનીના સસ્ટેનેબલ કૃષિ પ્રયાસો અંતર્ગત 1500 ટન જૈવિક ખાતરની સાથે 4,000 ખેડૂતોને સમર્થન પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, કંપની 10,000 પશુઓ માટેના લીલા ઘાસચારાની સાથે 15 ગામો સુધી પહોંચી શકી છે અને બધી જ પહેલ પ્લાન્ટના બાંધકામના ઘણાં સમય પહેલાં જ હાથ ધરવામાં આવી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
