HDFC બેંકે PSU કર્મચારીઓ માટે સાઇબર ફ્રોડ કવર ઇન્ટીગ્રેટેડ ખાતું લોન્ચ કર્યું
અમદાવાદ, 13 ફેબ્રુઆરી: HDFC બેંકએ સાઇબર ફ્રોડ કવર ધરાવતું ભારતનું પ્રથમ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ) સેલરી એકાઉન્ટ ‘અનમોલ સેવિંગ્સ એકાઉન્ટ’ લૉન્ચ કર્યું છે. HDFC બેંક તેની સેવિંગ્સ એકાઉન્ટની પ્રોડક્ટનું સતત નવીનીકરણ કરી રહી છે. સીનિયર સિટીઝન, કામકાજી પ્રોફેશનલો, સ્ત્રીઓ જેવા વિવિધ પ્રકારના ગ્રાહકોના સેગમેન્ટની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા પર કેન્દ્રીત સેવિંગ્સ એકાઉન્ટના ‘સ્પેશિયલ’ સૂટના એક હિસ્સા તરીકે HDFC બેંક સીનિયર સિટીઝનોને રૂ. 1.5 લાખ સુધીનું સાઇબર ફ્રોડ કવર પૂરું પાડે છે, જ્યારે પ્રોફેશનલો માટેનું સાઇબર ફ્રોડ કવર રૂ. 25,000થી 50,000 સુધીનું અલગ-અલગ છે. તે જ રીતે, ‘સ્પેશિયલ ગોલ્ડ વિમેન’ એકાઉન્ટ સ્ત્રીઓને રૂ. 5 લાખ સુધીનું કેન્સર કવર પૂરું પાડે છે.
અનમોલ સેવિંગ્સ એકાઉન્ટની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છેઃ
સાઇબર ફ્રોડ કવર – રૂ. 25,000 સુધીના સાઇબર ફ્રોડની સામે ગ્રાહકોની સુરક્ષા કરે છે.
કૌટુંબિક લાભ – કુટુંબના 5 સભ્યો સુધી ઝીરો બેલેન્સ સેલરી ફેમિલી એકાઉન્ટ અને લૉકરના લાભ.
વીમાકવચ – ગ્રાહકોને ઓપીડી કવરેજ, રૂ. 30 લાખ સુધીના ટૉપ અપ પ્લાન અને રૂ. 15 લાખથી વધારેના ઝીરો કોસ્ટ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ કવરની સાથે વ્યાપક આરોગ્ય વીમાકવચનો લાભ મળશે.
એક્સક્લુસિવ ઑફરો – એક્સક્લુસિવ ઑફરો ધરાવતું ફ્રી પ્લેટિનમ ડેબિટ કાર્ડ અને દર વર્ષે 8 કૉમ્પ્લિમેન્ટ્રી ડોમેસ્ટિક એરપોર્ટ લૉન્ચનું ઍક્સેસ.
મહારત્ન પીએસયુના કર્મચારીઓ માટે કંપનીની મર્યાદાની ઉપર પૂરક / વધારાની હૉમ લૉન
HDFC બેંકના પેમેન્ટ્સ, લાયેબિલિટી પ્રોડક્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ અને માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવએ જણાવ્યું હતું કે, ગ્રાહકોની બેંકિંગ જર્ની વધુને વધુ ડિજિટલ થઈ રહી છે ત્યારે આ વિશેષતા ખાસ પ્રાસંગિક છે. આ એક નવી સેવિંગ્સ એકાઉન્ટ પ્રોડક્ટ છે, જે પીએસયુ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વ્યાપક રેન્જના લાભ પૂરાં પાડે છે, જેમ કે, લૉનના આકર્ષક દરો, સેલરી ઓવરડ્રાફ્ટની વધુ મર્યાદા, આરોગ્ય વીમાકવચ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)