નવી દિલ્હી, 5 માર્ચ: HDFC બેંકે કૉર્પોરેટ સેલરી રીલેશનશિપ માટે સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (SAIL)ની સાથે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ હેઠળ, SAILના 60,000થી વધારે ઑન-રોલ કર્મચારીઓ અને 65,000 કરાર આધારિત કર્મચારીઓને એચડીએફસી બેંકના કૉર્પોરેટ સેલરી એકાઉન્ટ (સીએસએ) પર રૂપાંતરિત થવાની તક પ્રાપ્ત થશે.

આ રીલેશનશિપના ભાગરૂપે ખાસ SAILના કર્મચારીઓ માટે વ્યાપક લાભ પૂરાં પાડવામાં આવશે. જેમકે, ફેમિલી બેંકિંગની સુવિધા, પર્સનલ અને એર એક્સિડેન્ટ વીમાકવચ, મેડિકલ ટૉપ-અપ, ક્રેડિટ કાર્ડ્સની એક્સક્લુસિવ રેન્જ તથા પર્સનલ લૉન, હૉમ લૉન, ઑટો લૉન અને ટુ-વ્હિલર લૉન પર આકર્ષક ઑફરોનું ઍક્સેસ વગેરે.

SAIL સાથે આ એમઓયુ થવાને પગલે એચડીએફસી બેંકે કૉર્પોરેટ સેલરી રીલેશનશિપ માટે પાંચમા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ)ની સાથે જોડાણ કર્યું છે.

એચડીએફસી બેંકના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ઝોનલ હેડ ઇબીએફએસ મનોજ મહેતાએ જણાવ્યું હતું કે, આ સહભાગીદારી મારફતે અમે 1,20,000 કર્મચારીઓના મજબૂત બેઝની વિવિધ બેંકિંગ જરૂરિયાતોને પૂરી કરવા માંગીએ છીએ. SAILના ED F&A પ્રવીણ નિગમ અને એચડીએફસી બેંકના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ઝોનલ હેડ ઇબીએફએસ શ્રી મનોજ મહેતાની વચ્ચે આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)