અમદાવાદ, 13 નવેમ્બર: હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 14.33 કરોડ નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 2025 માટે રૂ. 8.39 કરોડ નેટ પ્રોફિટની સરખામણીમાં 71% વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 70.97 કરોડ નોંધાઇ છે. નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 23.60 કરોડ (એબિટા માર્જીન 33%) છે, જ્યારે નાણાકીય વર્ષ 2025નાં બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 21.96 કરોડ (એબિટા માર્જીન 26%) એબિટા નોંધાઇ હતી. નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે ઇપીએસ પ્રતિ શેર રૂ. 16.85 છે.

નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે નેટ પ્રોફિટ રૂ. 31.63 કરોડ નોંધાયો હતો, જે ગયા વર્ષે રૂ. 15.88 કરોડની સરખામણીએ Y-o-Y 99% વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે એબિટા રૂ. 49.78 (એબિટા માર્જીન 32%) કરોડ નોંધાઇ છે, જ્યારે નાણાકીય વર્ષ 2025નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે એબિટા રૂ. 41.69 (એબિટા માર્જીન 25%) કરોડ નોંધાઇ હતી. નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે કંપનીએ રૂ. 155.07 કરોડ રેવન્યુ નોંધાવી છે. કંપનીએ નિયંત્રિત ઓવરહેડ્સ, પ્રોસેસ સ્ટાન્ડર્ડાઇઝેશન અને કાર્યક્ષમ મેનપાવર ડિપ્લોયમેન્ટ થકી મજબૂત ઓપરેશનલ ડિસિપ્લિન જાળવી રાખી છે. બીજા અર્ધવાર્ષિકમાં વોલ્યુમમાં અપેક્ષિત રિકવરી માટે, માર્જિન પ્રોટેક્શન અને કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પર કંપનીનું ધ્યાન છે.

હેસ્ટર આફ્રિકાએ નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક માટે અનુક્રમે રૂ. 4.82 કરોડ રૂ. 10.32 કરોડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. પ્રોફિટ ગ્રોથ ઈમ્પ્રુવ્ડ ઓપરેશનલ ડિસિપ્લિન તથા અનુકૂળ ફોરેન એક્સચેન્જ મુવમેન્ટ્સ થકી સારો રહ્યો છે. જોકે, પ્રોજેક્ટ મંજૂરીઓમાં વિલંબ અને પોલિટિકલ ટ્રાન્ઝિશન્સને કારણે ચોક્કસ વિસ્તારોમાં ઓર્ડર ફ્લો ધીમો રહ્યો છે. કંપનીને અપેક્ષા છે કે આગામી કેટલાક ક્વાર્ટરમાં માર્કેટની સ્થિતિ સ્થિર થશે અને સંસ્થાકીય માંગમાં સુધારો થશે.

ભાવિ યોજનાઓ :

  • કંપનીએ આંતરિક રીતે વધુ બેલેન્સ્ડ અને રેઝિલિયન્ટ પોર્ટફોલિયો બનાવવા માટે ટેન્ડર-આધારિત રેવન્યુ પર નિર્ભરતા ઘટાડીને બિઝનેસ ફંડામેન્ટલ્સને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. આ કોઈપણ ક્ષેત્ર અથવા કોઈપણ પ્રોડક્ટ્સ પર નિર્ભરતા ઘટાડવાના અમારા ઉદ્દેશ્ય સાથે સુસંગત છે.
  • ઓપરેશનલ ડિસિપ્લિન અને પ્રોસેસ સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા કોમર્શિયલ, પ્રાઇવેટ અને નિકાસ બજારોમાં હાજરીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો ચાલુ છે.
  • H9N2 ને હવે માર્કેટ ઓથોરાઇઝેશન મળી રહ્યું છે, તેથી નિકાસની ઘણી તકો ખુલવાની અપેક્ષા છે, જેનાથી નવા માર્કેટ્સ અને પાર્ટનરશિપ્સનું નિર્માણ થશે.
  • H9N2 હેસ્ટર માટે એક મુખ્ય ગ્રોથ ડ્રાઇવર છે, જે નવા પ્રદેશોમાં વિસ્તરણ કરવાની તેની ક્ષમતામાં વધારો કરે છે અને પોલ્ટરી હેલ્થ સેગમેન્ટમાં તેનું નેતૃત્વ મજબૂત બનાવે છે.
  • આગળ જતાં, કંપની પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન અને જીયોગ્રાફિક એક્સપાન્શન થકી ઇનોવેશન, માર્જિન સ્ટેબિલિટી અને સસ્ટેનેબલ ગ્રોથને આગળ ધપાવવાનું ચાલુ રાખશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)