મુંબઇ, 6 સપ્ટેમ્બરઃ ઈકરા (ICRA)એ વેદાંતા લિમિટેડનું લાંબા ગાળા માટેનું ક્રેડિટ રેટિંગ [ICRA]AA- થી [ICRA]AA અપગ્રેડ કર્યું છે, જે કંપનીની મજબૂત ક્રેડિટ પ્રોફાઈલને દર્શાવે છે. ટૂંકાગાળાના રેટિંગને પણ [ICRA]A1+ સાથે ફરી વખત પૃષ્ટી આપવામાં આવી છે. વેદાંતા લિમિટેડે રૂપિયા 22,000 કરોડ કરતાં વધારે ભંડોળ બનાવ્યું છે, જેમાં મુખ્યત્વે વર્તમાન રોકડ અનામત, હિસ્સેદારી વેચાણ તથા પોતાની પેટાકંપની હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ (એચઝેડએલ) પાસેથી પ્રાપ્ત ડિવિડન્ડનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં વેદાંતાએ પોતાની બેલેન્સ શીટમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, જેને પગલે ચોખ્ખા દેવાથી ઈબીઆઈટીડીએ રેશિયોમાં સુધારો થયો છે અને તે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1.9Xથી સુધરીને અત્યારે 1.5X થયેલ છે. એવી જ રીતે માઈનિંગ સેક્ટરની અગ્રણી યુકેની મુખ્ય કંપની-વેદાંતા રિસોર્સિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2020માં ચોખા દેવામાં ઈબીઆઈટીડીએ 3.3Xથી 2.2X સુધીનો નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ,2024માં એસએન્ડપી ગ્લોબલએ વીઆરએલના ક્રેડિટ રેટિંગને CCC+થી અપગ્રેડ કરીને B-/સ્ટેબલ કર્યું હતું.