સ્ટોકહોલ્ડિંગઘટાડો
એસબીઆઇ9044013040
એનટીપીસી6878010625
પાવર ગ્રીડ કોર્પ31,1368,2755
કોલ ઇન્ડિયા 29,4204,400
પાવર ફાઇનાન્સ22,4304,665
REC18,3904,500
ONGC18,9555,490

અમદાવાદ, 5 જૂનઃ લોકસભાના પરીણામોમાં ભાજપ- એનડીએને પાતળી બહુમતીના પગલે તા. 4થી જૂનના રોજ ભારતીય બજારોમાં જોવા મળેલાં તીવ્ર કરેક્શનને કારણે મ્યુચ્યુઅલ ફંડોએ પીએસયુ સ્ટોક્સમાં કરેલા મૂડીરોકાણના બજાર મૂલ્યમાં આશરે રૂ. 1 લાખ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાય છે. 3 જૂનની સ્થિતિ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ 84 સરકારી કંપનીઓમાં રૂ. 5.71 લાખ કરોડથી વધુના શેર ધરાવતાં હતા. પરંતુ ચૂંટણી પરિણામો બાદ આ મૂલ્ય ઘટીને 4.83 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.

કુલ માર્કેટ કેપમાં PSU શેરોનો હિસ્સો 5 જૂનના રોજ 13.1%ની છ મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો, જે મે મહિનામાં 16% થી વધુની સાત વર્ષની ઊંચી સપાટીએ હતો. ભારતીય લિસ્ટેડ PSU કંપનીઓએ છેલ્લા બે સત્રોમાં સામૂહિક રીતે લગભગ રૂ. 10 લાખ કરોડનું નુકસાન કર્યું હતું., જેના કારણે તેમની કુલ માર્કેટકેપ રૂ. 55 લાખ કરોડ પર આવી ગઇ હતી. PSU શેરોમાં તાજેતરનો ઘટાડો તેમના ઓવરવેલ્યુડ થયા પછી થયો હતો, જે સરેરાશમાં સુધારો કરવા માટે સંકેત આપે છે.

બજાર નિષ્ણાતો થોડા સમય માટે PSU અને કેપિટલ ગુડ્સથી દૂર રહેવાની સલાહ આપે છે, જે સૌથી વધુ સંવેદનશીલ ક્ષેત્રો છે. તેનાથી વિપરીત, તેઓ એફએમસીજી અ હેલ્થકેર અંગે હકારાત્મક અભિગમ ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)