અમદાવાદ, 17 સપ્ટેમ્બર: ઇન્શ્યોરટેક કંપની ટર્ટલમિન્ટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે કોન્ફિડેન્શિયલ પ્રી-ફાઇલિંગ રૂટનો ઉપયોગ કરતાં બજાર નિયામક સેબીમાં તેના પેપર્સ ફાઇલ કર્યાં છે.

મુંબઇ સ્થિત ઇન્શ્યોરન્સ એડવાઇઝર-કેન્દ્રિત સ્ટાર્ટ-અપે જાહેર કર્યું છે કે તેણે સ્ટોક એક્સચેન્જીસના મેઇન-બોર્ડ ઉપર તેના ઇક્વિટી શેર્સના પ્રસ્તાવિત જાહેર ભરણા સંદર્ભે સ્ટોક એક્સચેન્જીસ અને સેબી સાથે તેનું પ્રી-ફાઇલ્ડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે.

આ જાહેર ભરણા માટે કંપનીએ આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ, જેફરિઝ ઇન્ડિયા, જેએમ ફાઇનાન્સિયલ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સની લીડ મર્ચન્ટ બેંકર તરીકે નિમણૂંક કરી છે,

ધીરેન્દ્ર મહ્યાવંશી અને આનંદ પ્રભુદેસાઇ દ્વારા વર્ષ 2015માં સ્થાપિત ટર્ટલમિન્ટ ઇન્શ્યોરન્સ પોલિસીની ખરીદી અને મેનેજમેન્ટને સુવિધાજનક બનાવવા ડિઝાઇન કરાયું છે. કંપનીએ પાંચ લાખ એડવાઇઝર્સના નેટવર્ક દ્વારા 1.6 કરોડ પોલિસીનું વેચાણ કર્યું છે.

આ પ્લેટફોર્મ ફાઇનાન્સિયલ એડવાઇઝર્સને ડિજિટલ સોલ્યુશન દ્વારા તેમના પ્રત્યેક ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ પ્રોડક્ટ્સ મેચ કરવામાં મદદ કરે છે, જેથી એડવાઇઝર્સની કાર્યક્ષમતામાં વધારો થાય.

ટર્ટલમિન્ટ અમાન્સા કેપિટલ, જંગલ વેન્ચર્સ અને નેક્સસ વેન્ચર્સ પાર્ટનર્સ સમર્થિત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)