Intraday Picks: ગોદરેજ સીપી, હિન્દ યુનિલિવર, વર્લપુલ, આસ્ટ્રાલ ખરીદો
અમદાવાદ, 21 જુલાઇઃ ગુરુવારે સેન્સેક્સે 474 પોઇન્ટના જમ્પ સાથે 67571 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 146 પોઇન્ટના ઉછાળા સાથે 19979 પોઇન્ટની ઐતિહાસિક સપાટીઓ હાંસલ કરી છે. નિફ્ટીએ ઇન્ટ્રા- ડે 19758 પોઇન્ટની બોટમ બનાવી સતત સુધારાની ચાલ નોંધાવી છે. નજીકના ભવિષ્યમાં 20000નો જાદૂઇ આંકડો પણ સર કરે તેવો માર્કેટમાં પ્રબળ આશાવાદ પ્રવર્તે છે. નિફ્ટી માટેનો શોર્ટટર્મ ટાર્ગેટ 20000 પોઇન્ટ ત્યારબાદ 20180 પોઇન્ટ ખાસ કરીને 19800 પોઇન્ટના સપોર્ટ સાથે જણાઇ રહ્યો છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે 20000 પોઇન્ટની સપાટી ક્રોસ કર્યા પછી જ તેજીનો વેપાર ગોઠવવા બાકી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોલ્ડ કરવાની સલાહ મળી રહી છે.
(TECHNICAL VIEWS BY STOXBOX)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)