Invesco Mutual Fund એ ઇન્વેસ્કો ઈન્ડિયા કન્ઝમ્પશન ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે આજે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા કન્ઝમ્પશન ફંડ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ ફંડનો ઉદ્દેશ્ય કન્ઝમ્પશન થીમથી લાભ લેતી કંપનીઓના ઇક્વિટી તથા ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તેની નેટ એસેટ્સના લઘુતમ 80 ટકામાં રોકાણ કરીને ભારતના વપરાશની વૃદ્ધિનો લાભ લેવાનો છે. આ ફંડ સક્રિયપણે મેનેજ કરવામાં આવશે અને ટોપ ડાઉન અને બોટમ-અપ રોકાણ અભિગમના મિશ્રણનો ઉપયોગ કરીને સ્ટોક્સની પસંદગી કરશે. આ ઉપરાંત તે લાંબા ગાળાની માળખાકીય તકોનો લાભ લેતી કંપનીઓ પર ધ્યાન આપશે તેમજ સાયક્લિકલ થીમ્સમાં પણ ફાળવણી કરશે. આ ફંડ મનીષ પોદ્દાર અને અમિત ગણાત્રા દ્વારા મેનેજ કરવામાં આવશે અને નિફ્ટી ઈન્ડિયા કન્ઝમ્પશન ટીઆરઆઈ સામે બેન્ચમાર્ક કરાશે.
NFO દરમિયાન લઘુત્તમ રોકાણ રકમ રૂ. 1,000 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. એસઆઈપી રોકાણો માટે, દૈનિક એસઆઈપી માટે લઘુત્તમ અરજી રકમ રૂ. 100 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં તથા માસિક એસઆઈપી માટે રૂ. 500 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. ફાળવણીની તારીખથી 3 મહિના પહેલા રિડીમ / સ્વિચ આઉટ થયેલા યુનિટ્સ માટે ફંડ 0.50 ટકા એક્ઝિટ લોડ વસૂલ કરશે. જો યુનિટ્સ 3 મહિના પછી રિડીમ / સ્વિચ આઉટ કરવામાં આવે અને જો સ્કીમ હેઠળ કોઈ પ્લાન્સ વચ્ચે સ્વિચ કરવામાં આવે તો કોઈ એક્ઝિટ લોડ વસૂલવામાં આવશે નહીં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)