Learnfluence Education Limited એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએટ્સ અને વર્કિંગ પ્રોફેશનલ્સને મલ્ટી-મોડલ લર્નિંગ ઓફર કરતાં લર્નફ્લુઅન્સ એજ્યુકેશન લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડી બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.
આ કંપની લક્ષ્યની પેરેન્ટ કંપની છે, જે 8 શહેરોમાં 15 કેમ્પસમાં કાર્યરત છે. કાલિકટ, અર્નાકુલમ, કન્નુર, ત્રિવેન્દ્રમ, કોટ્ટાયમ, ત્રિશૂર, કોઈમ્બતુર અને બેંગલુરુ તેમાં સામેલ છે. લર્નફ્લુઅન્સ તેની પોતાની એલએમએસ એપનો પણ ઉપયોગ કરે છે, જેને લક્ષ્ય આઇઆઇસી કહેવાય છે, જે એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. ક્રિસિલ રિપોર્ટ મુજબ ભારતમાં કોચિંગ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં કંપનીનો બજાર હિસ્સો 3.26 ટકા છે.
DRHP મૂજબ પ્રસ્તાવિત આઇપીઓ રૂ. 2,460 મિલિયન (રૂ. 246 કરોડ) સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને 40,00,000 સુધીના ઇક્વિટી શેરના ઓફર ફોર સેલ (ઓએફએસ)નું મિશ્રણ છે. ઓરવેલ લિયોનેલ આ ઓફર માટે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ છે.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ (1) નવા ફિઝિકલ કેમ્પસ સ્થાપવા માટે મૂડી ખર્ચ, (2) સેલ્સ અને માર્કેટિંગ પહેલ માટે ખર્ચ, (3) ચોક્કસ બાકી લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને/અથવા પૂર્વચુકવણી, (4) હાલમાં ઓળખ કરાયેલા લાંબાગાળાના કેમ્પસના લીઝ ચુકવણી માટે ખર્ચ, અને બાકી રકમ (5) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
ક્રિસિલ રિપોર્ટ મૂજબ પિઅર ગ્રૂપમાં નાણાકીય વર્ષ 2022 અને 2024 દરમિયાન કંપનીની કામગીરીમાંથી આવક 127.44 ટકા સીએજીઆર નોંધાયો છે, જે ઇન્ડસ્ટ્રીમાં ત્રીજા ક્રમે સૌથી વધુ છે. આ સમયગાળામાં ઘસારા, વ્યાજ અને કર પહેલાં ઓપરેટિંગ પ્રોફિટ 232.76 ટકાના સીએજીઆર સાથે સર્વોચ્ચ રહ્યો છે તેમજ પીએટી 184.13 ટકાના સીએજીઆર તેમજ નાણાકીય વર્ષ 2024માં પીએટી માર્જિન 14.72 ટકા રહ્યું છે.
કંપની બીઆરએલએમ સાથેના પરામર્શમાં આરઓસી સાથે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતાં પહેલા ઇક્વિટી શેર્સના પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટને ધ્યાનમાં લઇ શકે છે.
સેફ્રોન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
