અમદાવાદ, 8 જાન્યુઆરીઃ એસએમઈ આઈપીઓમાં લિસ્ટિંગ સમયે આકર્ષક રિટર્ન મળવાનો સિલસિલો જારી રાખતાં આજે વધુ એક એસએમઈ કૌશલ્યા લોજિસ્ટિક્સ લિ.એ લિસ્ટિંગ કરાવ્યું છે. એનએસઈ એસએમઈ ખાતે કૌશલ્યા લોજિસ્ટિક્સે 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ સર્વોચ્ચ ટોચેથી રોકાણકારોને 40 ટકા રિટર્ન આપ્યું છે.

29 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા Kaushalaya Logistics Ltd. IPOએ રૂ. 75ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 100ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઈન્ટ્રા ડે 5 ટકાની અપર સર્કિટ સાથે 105ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. ઉલ્લેખનીય છે, શેર લિસ્ટિંગ બાદથી સતત વધ્યો હતો.

ગ્રે માર્કેટમાં કૌશલ્યા લોજિસ્ટિક્સ માટે રૂ. 50 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જે 67 ટકા લિસ્ટિંગ ગેઈન દર્શાવે છે. આઈપીઓ કુલ 390.88 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 375.44 ગણી અરજી કરી હતી. જ્યારે ક્યુઆઈબી પોર્શન 92.62 ગણો અને એનઆઈઆઈ 847.88 ગણો ભરાયો હતો.

કૌશલ્યા લોજિસ્ટિક્સ 2007માં સ્થાપિત થઈ હતી. જે ટોચની સિમેન્ટ કંપનીઓને ક્લિયરિંગ અને ફોરવર્ડિંગ સેવાઓ પ્રદાન કરે છે. તદુપરાંત ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફત ઈલેક્ટ્રોનિક્સ અને હોમ અપ્લાયન્સિસ માટે લોજિસ્ટિક સેવા પૂરી પાડે છે. કંપની સતત પોતાના બિઝનેસમાં વિસ્તરણ કરી રહી છે. 2022-23માં તેણે કોમર્શિયલ રિયલ એસ્ટેટ લિઝિંગ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. કંપનીની આવકો ગત નાણાકીય વર્ષમાં 894.14 ટકા અને ચોખ્ખો ફો 87.43 ટકા વધ્યો હતો.

ઉલ્લેખનીય છે, કંપનીની આવકો અને નફામાં વૃદ્ધિ સાથે બાકી દેવામાં પણ વધારો જોવા મળ્યો છે. 30 જૂન, 2023ના અંતે કંપનીનું કુલ દેવુ રૂ. 54.88 કરોડ હતું. જો કે, આઈપીઓ હેઠળ એકત્રિત કુલ રૂ. 36.60 કરોડમાંથી અમુક રકમનો ઉપયોગ કંપની પોતાની અનસિક્યોર્ડ લોનની ચૂકવણી કરશે. તદુપરાંત કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરશે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)