TCS, Infosysના મજબૂત ત્રિમાસિક પરિણામોના પગલે આઈટી શેરોમાં તેજી, Nifty IT Index 5% વધ્યો
અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ટીસીએસ, ઈન્ફોસિસના આકર્ષક Q3 પરિણામોના પગલે આઈટી સેક્ટરમાં તેજી જોવા મળી છે. એચસીએલ, વિપ્રો સહિતની આઈટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો વધવાની અપેક્ષા સાથે આઈટી શેરો 9 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ અને S&P BSE IT ઈન્ડેક્સ 5.5 ટકા ઉછાળે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે.
ઈ મુદ્રાનો શેર સૌથી વધુ 8.02 ટકા, ઈન્ફોસિસ 7.76 ટકા, 3IINFO 6% ઉછાળ્યા છે. Wipro Ltd.નો શેર 4.26 ટકા ઉછળી 467.15 પર, જ્યારે HCL Tech 2.83 ટકા વધી 1527.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ફર્લોમાં વધારો, આર્થિક પડકારો, વેતન વધારો, નબળી માગ જેવા પરિબળોના પગલે IT કંપનીઓની કમાણી ઘટવાની અપેક્ષા હતી. પરંતુ ઇન્ફોસિસ અને TCS દ્વારા કમાણીનું પ્રદર્શન વિશ્લેષકોની અપેક્ષાઓ કરતાં વધુ સારું રહ્યું હતું.
Nifty 50 ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે
નિફ્ટી50 ઈન્ડેક્સ આજે 193 પોઈન્ટથી વધુ ઉછાળે નવી 21848.20 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સેન્સેક્સ પણ 726 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યો છે. જે ઈન્ટ્રા ડે વધી 72463.99ની ટોચ નોંધાવી છે. સેન્સેક્સે 1 જાન્યુઆરી-24ના રોજ સર્વોચ્ચ 72561.91 ટોચ નોંધાવી હતી. સ્મોલકેપ-મીડકેપ સહિત આઈટી, હેલ્થકેર, એનર્જી, ટેલિકોમ્યુનિકેશન, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયાલ્ટી, ટેક્ સેક્ટોરલ ઈન્ડેક્સ પણ રેકોર્ડ ઉછાળા સાથે ટોચે પહોંચ્યા છે.
ઈન્ફીબીમ એવેન્યૂ 12 ટકા વૃદ્ધિ સાથે ટોપ ગેઈનર
ઈન્ફીબીમ એવેન્યૂનો શેર આજે 12 ટકાથી વધુ ઉછાળે 27.49ની વાર્ષિક ટોચ નોંધાવી છે. જે 1. વાગ્યે 10.82 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપનો અવંતિ ફીડ લિ. 17.98 ટકા વધ્યો છે. બીએસઈ સેન્સેક્સ ખાતે 482 સ્ક્રિપ્સ 52 વીક હાઈ અને 6 સ્ક્રિપ્સ 52 વીક લો લેવલે ટ્રેડ થઈ રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)