ક્વાર્ટર્લી રેવન્યુ રૂ. 39,853 કરોડ, Y-O-Y 17.8% વૃધ્ધિક્વાર્ટર્લી EBITDA રૂ. 17,016 કરોડ, Y-O-Y 18.5% વૃધ્ધિ
માર્ચ 2025ની સ્થિતિએ કુલ સબસ્ક્રાઇબર્સ બેઝ 488 મિલિયન હતો, જેમાં 191 મિલિયન ટ્રૂ5જી સબસ્ક્રાઇબર્સનો સમાવેશ થાય છે5જીની અપનાવવાથી અને હોમ સ્કેલ અપને કારણે ના.વ.2025માં ડેટા ટ્રાફિક ~185 એક્ઝાબાઇટ સુધી પહોંચ્યો, Y-O-Y 24% વૃધ્ધિ

એ.આર.પી.યુ. રૂ. 206.2 સુધી પહોંચી

રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, “તમામ ભારતીયો માટે વિશ્વની શ્રેષ્ઠ નેટવર્ક ટેક્નોલોજી અને વૈવિધ્યપૂર્ણ ડિજિટલ સેવાઓ સાથે જિયો કસ્ટમર એન્ગેજમેન્ટમાં સતત શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યું છે. એક સ્થળે વિશ્વના સૌથી વધુ લોકો એકત્ર થયા હોય તેવા મહાકુંભ મેળામાં જિયોએ તેની નેટવર્કની વિશાળતા અને સરળતા ખૂબ જ સારી રીતે પ્રદર્શિત કરતાં લાખો લોકોને સેવા પૂરી પાડવામાં જિયોએ ગર્વ અનુભવ્યો હતો. જિયો વિશાળ સ્તરે એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ ઊભી કરવા માટે કાર્યરત છે, જે જિયોની સેવાઓમાં એક ઇન્ટેલિજન્ટ લેયર ઉમેરશે. ”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)